________________
દીમાણિઃ કર્મભૂમિ પામી કગી થાઓ !
(૩૬૭) ખરેખર ! મનુષ્યપણું એ ધર્મપ્રાપ્તિમાં-આત્મસિદ્ધિમાં અપેક્ષા કારણું છે. પ્રભુદર્શન આદિ નિમિત્ત કારણ પામી, આત્મ પરિણામરૂપ ઉપાદાન કારણ જે પ્રગટે તો જ તે અપેક્ષા કારણનું સફળ પણું છે, તો જ તે લેખે છે. નહિં તે સંમૂર્ણિમ જેમ જન્મે તે શું ? ને મુઓ તે શું ? તેનો કોઈ હિસાબ નથી. માટે સદ્ધર્મરૂ૫ નિમિત્ત પામી આત્મારૂપ ઉપાદાનને પ્રગટાવવા, એજ આ ધર્મબીજરૂપ મનુષ્યપણાની ખેતી છે.
“નર ગતિ પઢમ સંધયણ તે અપેક્ષા જાણે નિમિત્તાશ્રિત ઉપાદાન, તેને લેખે આણે....પ્રણામે શ્રી અરનાથ, નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણીપ્રણ, જન્મ કૃતાર્થ તેહને રે, દિવસ સફલ પણ તાસ,
જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ. ”–શ્રી દેવચંદ્રજી. દશ હeતે દુર્લભ માનવદેહ આ, પ્રાપ્ત થાય છે મહા પુણ્ય સંયોગ જે, ઉતાવળે કરવું તે સાર્થક એહનું, ફરી ફરી બાઝે નહિં એ જોગ જે.”-(ડ. ભગવાનદાસ.)
પણ મૂર્ખશિરોમણિ એવા મંદબુદ્ધિ ભવાભિનંદી જીવો આમ ધર્મબીજરૂપ મનુ યપણાનું સાર્થકય કરવાને બદલે તે બીજને વેડફી નાંખે છે. અનેક પ્રકારના દુરાચારમાં, મિથ્યાભિમાનમાં, પ્રમાદમાં, વિષયમાં ને કષાયમાં તેઓ અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમાન મનુષ્ય જીવન ગુમાવી દે છે ! ને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફગાવી દેનાર મૂખ જેવું કાર્ય કરે છે. તેથી તેમને “એળે ગયો અવતાર” થાય છે.
“લામી અને અધિકાર વધતાં શું વધ્યું ? તે તે કહે,
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું? એ નય ગ્રહે; વધવાપણું સંસારનું ન રદે હ ને હારી જ છે,
એનો વિચાર નહિં અહો એક પળ તમને હવે !”–શ્રી મોક્ષમાળા ત્યારે શું ?
बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये ।
सक्तास्त्यजन्ति सच्चेष्टां धिगहो दारुणं तमः॥ ८४॥ કૃત્તિ – હરામજા–ડિશમષ જેવા, એ નિદર્શન-ઉદાહરણ છે; એટલે કે માછલાના ગળાના માંસ જેવા, તુ-તુચ્છ, અપ, ગુણે-કુસુખમાં, દુષ્ટ ભોગથી ઉપજતા કુસુખમાં, હળો
-દારુણ ઉદયવાળા, રૌદ્ર વિપાકવાળા,- સમય ( આગમ) પરિભાષા છે, તજ-સક્ત, વૃધ, લેલપી. શું ? તે કે-ચલતિ શેટ્ટ-સચેષ્ટા ત્યજે છે, ધર્મ સાધન વજે છે. આ કર્મને દોષ છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org