________________
(૩૬)
ચકષ્ટિસમુચ્ચય ધર્મબીજરૂપ મનુષ્યપણું સપડયું હોય, તેને સત્કગ વડે કરીને કર્મક્ષેત્રરૂપ ગ્ય ભૂમિમાં વાવ્યું હોય, તો તેમાંથી અનંત કલ્યાણપરંપરાનો અનુબંધ થયા જ કરે છે. આ ધર્મ ક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં-કર્મક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડે અને અશુભ વૃતિરૂપ કૌરનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સતકમગરૂપ સત્ય પુરુષાર્થથીઆત્મપરાક્રમથી જ્યારે અસક વૃત્તિઓને દબાવી દઈ સરવૃત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાર્થથી ધર્મબીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરોત્તર યાણની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે.
અત્રે “કર્મભૂમિ” એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે જ છે, તે ઘણે અર્થસૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કર્મભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી
પડે છે, બીજને વાવી તેનું પરિપષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કર્મભૂમિ પામી તેમ તે મનુષ્યો! તમે પણ આ કર્મભૂમિમાં જગ્યા છે, તે સતકર્મ, કર્મચગી રૂ૫ પુરુષાર્થમાં પ્રયત્ન કરો! પ્રયત્ન કરે! સતકર્મવેગ સાધી સાચા થાઓ. કર્મયોગી બનો! આ ઉત્તમ ધર્મ બીજરૂપ મનુષ્યપણાને વાવી સત્
કમરૂપ ખેતી કરે, સદ્ધર્મ આરાધનારૂપ જલસિંચનવડે તેનું પરિપષણ કરી વૃદ્ધિ પમાડે,–જેથી કરીને તે ધર્મ બીજ ઊગી નીકળી, ફાલી ફૂલી અનંતગણે ફળ પરિપાક આપશે.
“જે ઇછો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ વસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માર્થ.”
-શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ. અહી મનુષ્યો! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી ને તમે પંચમહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશો, તો ક્ષાયિક દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણરૂપ ધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદ રૂપ સુભિક્ષ–સુકાળ વર્તશે, એટલે તમે સાદિ અનંતકાલ આત્મસુખ ભોગવશે.-આમ આ કર્મભૂમિ જાણે આ કર્મભૂમિના મનુષ્યોને સંદેશ આપી રહી છે! પંચ મહાવ્રત ધાન્ય તણું કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાસિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સભ્ય, આતમ ઘર નીપજ્યા રે. પ્રભુદરિસણ મહામહ તણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા મુજ દેશમેં રે; દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરો રે, સાદિ અનંત કાળ આતમ સુખ અનુસરે રે.
શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉન્ન રે”—શ્રી દેવચંદ્રજી. + “ધર્મક્ષેત્રે કુરુક્ષે રમતા ગુયુતવા મામ: પવàa fમત સંકર ”
શ્રી ભગવદ્ ગીતા, ૨-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org