SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૬ ) યોગદષ્ટિસંચય વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયે, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અહે રાજ્યચંદ્ર! એમ યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ.” તેમજ કેદ્ર વગેરે અનેક જાતના દુ:સાધ્ય અસાધ્ય વ્યાધિઓ (Chronic diseases) અથવા વિસૂચિકા (Cholera) વગેરે અનેક તીવ્ર આત્યંતિક પીડા ઉપજાવનારા-વેદનામય રેગે (Acute Ailments) જ્યારે આ શરીર પર આક્રમણ કરે છે, જ્યારે આ શરીર પર જોરથી હલે લાવી તેને તરફથી ઘેરી વળે છે, ત્યારે આ પિતાને હાલે દેહ પણ અત્યંત અકારો થઈ પડે છે, અને તે છોડવાનું મન પણ કયારેક થઈ આવે, એવું અસહ્ય દુઃખ અત્ર વેદાય છે. જ્યારે એ રોગી જણાશે, મૂકવાનું મન થાશે, તન તું ગયું છે તારું રે, તે નથી તારું.”– કવિ શ્રી દલપતરામ. તથા ઈણ વસ્તુનો વિયોગ થતાં કે અનિષ્ટને સંગ થતાં, તેને શેક કરવારૂપ આંતર દુઃખ અત્રે હદયને અત્યંત સંતાપ આપે છે. કેઈ ઇષ્ટ-મનવાંછિત વસ્તુ ન મળી, તે અરેરે ! આ મને ન મળી, આ લાગ આવ્યું હતું તે મારા શેક હાથમાંથી હાથતાળી દઈને ચાલ્યા ગયે, એમ અંતસ્તાપ થાય છે. અથવા સ્વજનાદિ કોઈ ઈષ્ટ-પ્રિય જનને મૃત્યુ આદિ કારણે વિયોગ થાય તે તેને શોચ થયા કરે છે કે-અરે! આ તો ગયે, એના વિના હું કેમ જીવીશ ? અથવા રોગપત્તિ, ધનહાનિ, કે માનહાનિ આદિ કોઈ અનિષ્ટ પ્રસંગ આવી પડે, ત્યારે પણ એ ઝર્યા કરે છે કે–અરે ! આ અનિષ્ટ પ્રસંગ કેમ દૂર થશે ? આ મુશ્કેલીમાંથી કયારે આરે આવશે? ઈત્યાદિ અનેક પ્રકારે આ સંસારમાં ઈષ્ટના અસંગથી કે વિયેગથી, અથવા અનિષ્ટના સંયોગથી કે અવિયેગથી આ ધ્યાનરૂપ શોકથી ઉપજતું આંતરૂ દુઃખ જીવના હૃદયને કીડાની જેમ કોરી ખાય છે. આ બધાના સારસમુચ્ચયરૂપ જીવંત શબ્દચત્ર આ છે:– “એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સુયા વેંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે, તે કરતાં આઠગુણ વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. લગભગ નવ મહિના મળ, મૂત્ર, લેહી, પરુ આદિમાં અહેરાવ્ય મૂછોગત સ્થિતિમાં વેદના દુઃખ દુઃખ ભેગવી જોગવીને જન્મ પામે છે. ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણ વેદના ને દુઃખ જન્મસમયે ઉત્પન્ન થાય છે. ત્યારપછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ, અને નગ્નાવસ્થામાં અણસમજથી રઝળી રડીને તે બાળાવા પણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંઘ હષ્ટિ, સંગ, વિયેગ, એમ ઘટમાળમાં યુવાવય ચાલ્યું જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy