________________
દીકાદઃ જરા-રંગ-શાક આદિ દુઃખ
(૩૦૫)
પછી માનવનું શું ગજું? જન્મરૂપ તાડવૃક્ષમાંથી નીચે ભ્રષ્ટ થયેલા જંતુરૂપ ફળ મૃત્યુ રૂપ ભૂમિભાગે પહોંચતાં પહેલાં વચમાં કેટલીકવાર રહેશે ? તાડના ઝાડમાંથી છૂટા પડેલા ફળને ભૂમિ પર પહોંચતાં વાર લાગતી નથી, તેમ જન્મમાંથી જીવને મૃત્યુ પામતા વાર લાગતી નથી.
નગુણી કાયા તેરા કયા ગુણ ગાવું? મહેલ એ નિમેં રહેન ન પાવું. જ મુખ ચાવત પાનકી બીરી, તા મુખ તેરે સંગત કરી.”-સંત કબીરજી
આમ જન્મ મૃત્યુ પરંપરા-શંખલા ચાલ્યા જ કરે છે. જન્મ પછી મરણ, ને મરણ પછી જન્મ-એમ અનંત અનુબંધ–પરંપરા ચાલ્યા જ કરે છે. અને તેથી આ જીવ અરઘટ્ટઘટી ન્યાયે, કૂવાના રેંટ જેવી આ સંસારની રખડપટ્ટીમાં, અનંત દુખપરંપરા અનુભવ્યા કરે છે. વળી પ્રત્યેક જન્મમાં પણ બીજા શા શા મુખ્ય દુઃખ ભોગવવા પડે છે, તેને પણ અહીં નિર્દેશ કર્યો છે. તે આ પ્રમાણે– - જ્યારે જરા-ઘડપણ આવે છે ત્યારે પણ આ જીવના હાલહવાલ થવામાં કાંઈ બાકી રહેતી નથી. જ્યારે પાંચ ઇયેિની શક્તિ શિથિલ-ઢીલી થઈ જાય છે, વિકલ-પાંગળી
બની જાય છે, ઊઠવાની શક્તિ અંગમાં રહેતી નથી, હાથમાં લાકડીને ઘડપણનું ટેકે ચાલવું પડે છે, કેડ વાંકી વળી જાય છે, શરીરમાં કરચલી પડે છે, દુખ વળીઆ-પળી આવે છે, અને જ્યારે પરાધીન-પરવશ થઈને રહેવું
પડે છે, બીજાના મેણા-ટોણા સહન કરવા પડે છે, ને આ ડેકરો મરતે નથી ને માં મૂકતો નથી” એવા કડવા વચન સાંભળવા પડે છે –એવી વૃદ્ધાવસ્થા પણ કાંઈ ઓછી દુઃખદાયક નથી. વળી આ “વૃદ્ધાવસ્થામાં બીજાઓના તિરસ્કાર વેણ જાણે સાંભળવાને ઈછતા ન હોય એમ કાન બહેરા થઈ જાય છે! પિતાની દુષ્ટ લાચાર દશા દેખવાને જાણે અસમર્થ હેય એમ આંખ અંધ પણને પામે છે! સામે આવેલા યમરાજની ભીતિથી જાણે આ કાયા પણ ખૂબ કંપે છે! તોપણ જરાથી ખખડી ગયેલ આ પ્રદીપ્ત ભવનમાં પણ અહો ! આ જીવ નિષ્કપ રહે છે!” સત્ કવીશ્વર શ્રીમદ રાજચંદ્રજીએ તાદશ્ય વર્ણન કર્યું છે કે – કરચલી પડી દાઢી ડાચા તણે ડાટ વળે, કાળી કેશપટી વિષે તતા છવાઈ ગઈ; સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. વળી દંત આવલિ તે ખરી કે ખવાઈ ગઈ + “સોરી તારા વિનાશ્રુતીનાં શુતિઃ
चक्षुर्वीक्षितुमक्षमं तव दशां दूष्यामिवान्ध्यं गतम् ।
भीत्येवाभिमुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते, નિરવદો કહીમવારે રાક ”—શ્રી આત્માનુશાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org