________________
૨૧
એવું કોશલયુક્ત ગુપ્તપણું–સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, “સ્વરૂપગુસ” થાય. હવે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના ચગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને બાધ ન આવે? તો કે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સમ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ
સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ આત્મસ્વરૂપને લક્ષ ચૂકીને કે સ્વછંદે નહિં જ, આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. એટલે કે તેનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ઈચ્છવું, યતનાથી લેવું-મૂકવું, યતનાથી ઉત્સર્ગ કરવો, તે ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યફપ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય.
“આમથિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્ય પણે તો વ દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનો અંત જે.અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તન, સ્વરૂપ લક્ષે જિઆજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે.
...અપૂર્વ અવસર એવો કયારે આવશે?”– શ્રીમદ્ રાજચંદ્રજી. અને પરમાર્થથી વિચારીએ તે આત્માનું સ્વરૂપને વિષે સંવરથી સંવૃત થવું-ગુપ્ત થવું તે જ ગુપ્તિ, આત્માનું સ્વરૂપને વિષે વિચરવું તે ઈર્યાસમિતિ, દેહાદિથી ભિન્ન એવો હું આત્મા છું એ નિરંતર દષ્ટિસમુખ રાખી સાપેક્ષ પરમાર્થ સત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઈચ્છવી તે એષણા સમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ* કરવું અને વિભાવ-પરભાવનો ત્યાગ કરે તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્વભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સર્ગ કરે-આત્મસિદ્ધિ કરવી તે પારિઝાપનિકા અથવા ઉત્સર્ગ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને “અષ્ટ પ્રવચન માતા' કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણુ-વ્યાપક છે, એટલે શ્રી યશોવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે “મિતિનુન્નિસાધારí ધર્મકથાવારવં ચોર” એ યોગનું ઉક્ત લક્ષણ સમ્યક છે.
x " त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित्।।
નાર્વપિરાતં ત્યારે નિતારમામ્ ” –સમાધિશતક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org