________________
દીપ્રાદષ્ટિ : વદ્યસંવેદ્ય પદ જ યથાથ પદ-આત્મસ્વભાવ પદ
(૨૮૭) આપણું સાધારણ મતિથી એમ સમજાય કે ચોદપૂર્વ છેડે ભણું ભણું આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધા જ્ઞાનનો અભ્યાસી એક અ૫ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાઈ, તેણે ચોદ પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણું પણ થઈ શકે છે કે શાસ્ત્રો ( લખેલાંનાં પાના) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તવ ન મળ્યું છે. કારણ બે બાજે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને જે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખે લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વનું તે જ છે.
તે પણ હવે બીજા નય પર હવે દષ્ટિ કરવી પડે છે. અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ પામશે, અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતું નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ. ” ઈત્યાદિ-( જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૫.
तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४ ॥ તે પદ સભ્ય સ્થિતિ થકી, ભિન્ન ગ્રંથ્યાદિરૂપ;
વેદ્યસંવેદ્ય શાસ્ત્રમાં, કહ્યું અર્થ અનુરૂપ. ૭૪ અર્થ –તે ભિન્નગ્રંથિ વગેરે લક્ષણવાળું પદ, સમ્યફ અવસ્થાન-સ્થિતિને લીધે, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, શાસ્ત્રમાં “વેદ્યસંવેદ્ય” કહેવાય છે.
વિવેચન ઉપરમાં કહ્યા પ્રમાણે, જયાં સ્ત્રી આદિ વેદ્ય યથાવસ્થિતપણે, જેમ છે તેમ, સંવેદાય
વૃત્તિ:--તે પદ, પદને થકી, પદરૂપ થવાથી પદ, એટલે આશયસ્થાન, સાદરવાના સાધુ અવસ્થાનને લીધે, પરિચ્છેદથી સમ્યફ અવસ્થાનને લીધે, સમ્યક સ્થિતિથી. મિશ્નરશારિરક્ષણમુભિન્નગ્રંથિઆદિ લક્ષણવાળું. ભિન્નગ્રંથિ-દેશવિરતિરૂપ, શું? તો કે-ગવર્જયોત -અન્તર્થ યોગથી, તંત્ર-તંત્રમાં, સિદ્ધાંતમાં, વિસંવેદ -વેદ્યસંવેદ્ય કહેવાય છે, --આના વડે કરીને વેદ્ય સંવેદાય છે, એટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org