________________
(૨૮૬)
યોગદરિસમુચ્ચય આ આત્મસંવેદન સર્વ ભાવયોગીને સામાન્ય (Common) છે. એટલે કે અવિક૯પક જ્ઞાનવડે (દર્શનવડે) ગ્રાહ્ય એવી વેદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવગીને હોય છે, અને તેઓને આ વેદ્ય વસ્તુ પિતતાના ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગ દર્શન-શ્રદ્ધાન-આત્મસંવેદનઅનુભવન-સંપ્રતીતિ તો તે સર્વને સામાન્ય છે. અર્થાત જે કઈ ભાવગી છે, તેને આ સમ્યગુદર્શનરૂપ વેવસંવેદ્ય પદ હોય છે; અને જેને આ સમ્યગદર્શનરૂપ વેવસંવેદ્ય પદ છે, તે જ ભાવગી છે. સમ્યગ્દષ્ટિ પુરુષ એ જ ભાવગી છે.
આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નીકળે છે કે-બોઘબીજભૂત-મૂળભૂત આત્મસંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે.
પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું–આત્મસંવેદન વિનાનું–બીજું બધુંય મૂળ વસ્તુનું ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તે ત્યાં વેવસંવેદ્ય પદ નથી. એટલા બીજભૂત જ્ઞાન માટે જ સ્વ–પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્વમય જ્ઞાન
જેને હતું, પણ બીજું કાંઈ પણ જ્ઞાન જેને નહોતું, એવા “તુષમાષ જેવા અતિ મંદ પશમી પણ તરી ગયા છે, અને ચોદ પૂર્વ કંઈક ઊણા જાણનારા અતિમહા પશમી શાસ્ત્રપારંગત પણ રખડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન નહોતું એ છે. તેમણે સર્વ શાસ્ત્રો જાયો, પણ મૂળ બીજભૂત જે આ વેધસંવેદ્ય પદ તે ફરમ્યું નહિં, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિં, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્ય પદના સદ્દભાવે ડું જઘન્ય જ્ઞાન પણ શીધ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેના અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું ક૯યાણકારી થતું નથી. આ વેવસંવેદ્ય પદનો-સમ્યગ દર્શનનો અતિ અતિ અદ્દભુત મહિમા બતાવે છે. આ અંગે અતિ અદ્દભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત કર્યું છે –
બીજું પ્રશ્ન ચોદ પૂર્વ ધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગદમાં લાભ અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ?-એને ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છઉં કે એ જઘન્ય જ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજે છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું ચોદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન શિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લક્ષ્યાર્થીનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચોદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશ ઊણું ચોદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org