SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ દીમદષ્ટિ : ભેદવિજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન ( ૨૮૫) વજગ્નિની લેખાની જેમ અને સાપની દાઢની જેમ આ વનિતા મનુષ્યોને કેવળ સંતાપ અને ભય આપનારી છે. સંતોના પણ ચિત્તમાં વસતિ બાંધતી એવી આ નિ:શંક સ્ત્રી જગતુપૂજ્ય એવા ગુણસમૂહને ઉદ્દવાસિત કરે છે-દેશવટે ધે છે. ક્રોધ પામેલી કુંફાડા મારતી નાગણને આલિંગન કરવું સારું, પણ નરકપદ્ધતિરૂપ નારીને કૌતુકથી પણ આલિંગવું સારું નહિં. ઇદ્વિયાર્થીનો પ્રકોપ કરનારી સ્ત્રી પુરુષોના હૃદયમાં એવો દાહ ઉપજાવે છે કે જે સ્પર્શવામાં આવેલી અગ્નિશિખા ઉપજાવતી નથી. સ્ત્રી સંધ્યાની પેઠે ક્ષણરાગવંતી છે, નિસગા (નદી) જેમ નીચ-પ્રિયા છે, તથા બીજના ચંદ્રમાની પેઠે વક્ર-વાંકી હોય છે.” ઈત્યાદિ. અને આમ સ્ત્રીનું સ્વરૂપ જેમ અત્યંત હેયબુદ્ધિથી સંવેદાય છે, તેમ “આદિ” શબ્દથી અન્ય સર્વ વસ્તુસ્વરૂપ પણ તેના યથાર્થ સ્વરૂપે અત્ર સમ્યગદષ્ટિ પુરુષને સંવે દાય છે. તેથી તે સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ હેય-ઉપાદેય ત્યાગવા ગ્ય છે, અને આ વસ્તુ આદરવા ગ્ય-ગ્રહણ કરવા ગ્ય વિવેક છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છા૫પણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રીઆદિ હેય છે, તેને તે ત્યાગ ન કરી શકતે હેય, અથવા વિરતિ–પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તે પણ આ વસ્તુ ચોક્કસ છેડી દેવા ગ્ય છે, અને આ વસ્તુ ચોક્કસ આદરવા ગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કદોષ વશે તેમ કરવાની કદાચ પોતાની અશક્તિનિર્બળતા હોય, તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે! હું આ હેય વસ્તુ ત્યાગી શકતા નથી, આ વિરતિ આદિ હું આદરી શકો નથી. આમ તે જ્ઞાનીના અંતરુમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તે સંવેદનરૂપ અંતરભેદ હોતો નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતરૂ હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે. સ્વ-પર વસ્તુને ભેદ તેણે જા છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત–મૂળભૂત જ્ઞાનનું અંત:પ્રતીતિમય અખંડ સંવેદન–અનુભવન તેને વર્તે છે. સ્વપરના ભેદવિજ્ઞાનરૂપ उद्बासयति निःशङ्का जगत्पूज्यं गुणवजम् । बध्नती वसतिं चित्ते सतामपि नितम्बिनी ॥ वरमालिङ्गिता क्रुद्धा चलल्लोलाऽत्र सर्पिणी । न पुनः कौतुकेनापि नारी नरकपद्धतिः ॥ हृदि दत्ते तथा दाहं न स्पृष्टा हुतभुशिखा। वनितेयं यथा पुंसामिन्द्रियार्थप्रकोपिनी॥ सन्ध्येव क्षणरागाढ्या निम्नगेवाधरप्रिया। वक्रा बालेन्दुलेखेव भवन्ति नियतं स्त्रियः ॥" - જ્ઞાનાર્ણવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy