SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦) યોગદષ્ટિસમુચ્ચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ્યો નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી ઘસવેધ પદ હોય છે, તેને અપેક્ષીને I અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેધસંવેદ્ય પદની-વ્યવહાર નિશ્ચય વિદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યવહારિક સમ્યગુદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણ કે તેથી ભવભ્રમણનો અંત આવતું નથી. ભવભ્રમણનો અંત તે નિશ્ચય વેધસંઘ પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીધ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશ કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડયું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ , તોપણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગૂઢષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજના ચોખા જેમ પાકે નહિં, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉની આંચ પણ આવતી નથી, તે તે નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રાય. ”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગ્દષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે – અબધૂ ! કયા તેરા ? ક્યા મેરા? તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા...અબધૂ ”—શ્રી આનંદઘનજી હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એવો આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણ માત્ર પણુ, મહારું નથી. હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું.” “સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં વયં અનુભવી રહ્યો છું. હારે કઈ મોહ છે નહિં-છે નહિં. હું શુદ્ધ ચિદ્દઘન તેજોનિધિ છું.” " अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ॥ जो पस्सदि अप्पाणं अबद्धपुठ्ठमणण्णयं णियदं । અવિરેસમizત્ત શુદ્ધાર્થ તં વિવાદ્િ ! ”– શ્રી સમયસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy