________________
દીકાદ્રષ્ટિ : ક્ષાયિક સમ્યગૃષ્ટિનેજ નિશ્ચય વેધસંવેદ્યપદ
(૨૭૯)
આ વચન કોઈ અવિરતપણાની પ્રશંસારૂપ નથી, પરંતુ બાહ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગ્દર્શનને, આત્મજ્ઞાનનો, આત્માનુભૂતિનો કેટલે બધે અચિત્ય અપૂર્વ મહિમા
છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈએ તે તેવા સાચા સમ્યગદર્શનનો સમ્યગદષ્ટિ પુરુષો અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગદર્શન ને બાહા વિરતિને સુમેળ તે તો સોનામાં
સુગંધ ભળ્યા બરાબર છે. પણ સમ્યગદર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે, મોટા મીંડારૂ ૫-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગદર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-વ્રતપચ્ચખાણું તે પણ મોક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ–મોટા મીંડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એને જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પરમાર્થ. ગંભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે કે –
“જે હેય પૂર્વ મણેલ નવ પણ જીવને જાણે નહિં,
તો સર્વ તે અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ જીવ કરવા નિર્મળ,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહિં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ ચાતુરી,
નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. આ જીવ ને આ દેહ એવો ભેદ જે ભાયે નહીં,
પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં, એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળે,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભળે સાંભળે. શાસ્ત્રો વિશેષ સહિત પણ જે જાણિયું નિજ રૂપને,
કાં તેહો આશ્રય કરજે ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.”શ્રીમદ્ રાજચંદ્રજી
આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગદર્શનનો આ પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુર્ગતિને
ગ થતો નથી. અત્રે કઈને શંકા ઉદ્દભવવાનો સંભવ છે કે-જેનું સમ્યગદર્શન આપીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, તેનું કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org