________________
(૨૭૮)
ગાદિસમુચ્ચય સથી, અત્યંત ચિત્ત પ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર રોકયું રોકાતું નથી, તેમ સમ્યગઢષ્ટિને આ સસાધન પ્રત્યેનો અત્યંત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ રોક કાત નથી.
" यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः । स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवाहताम् ॥
–મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીત પંચાધારી. કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણજિનવર ! પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણી કીધ પ્રમાણ.....જિનવર ! ”—શ્રી દેવચંદ્રજી. “જિનસે ભાવ વિના કબુ, નહિં છૂટત દુઃખદાવ.”—શ્રીમદ રાજચંદ્રજી.
આમ વેધસંવેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અર્થમાં સવેગની પ્રાપ્તિ હેય છે. એટલે આ સમ્યગ્દષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સંવેગથી મોક્ષ પ્રત્યે દંડે છે, અત્યંત સંવેગથીપરમેલાસથી–પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ ભક્ષસાધનને આરાધે છે. અને આમ વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાથી, તથા સંવેગતિશય ઉપ હોવાથી, ઉપરમાં કહી તે તમલેહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હોય તો હોય અને તે પણ ચરમ–એટલે છેલ્લી જ, છેવટની જ હોય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ફરીથી થવી સંભવતી નથી.
આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણ દુર્ગતિનો-માઠી ગતિને તે સમ્યગૃહણિ પુરુષને યોગ થવાનું નથીઅત્રે શ્રીમાન શ્રેણિક
રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક પુન: દુર્ગતિ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કર્મપ્રગથીપ્રારબ્ધવશે કરીને અગ તેમની છેલ્લી પાપપ્રવૃત્તિ હતી, વ્રત-પચ્ચખાણ આદિ તે ગ્રહી શકતા.
હેતા, અવિરતિ સમ્યગદષ્ટિ હતા. અને જે કે સમ્યગદર્શન પૂર્વે બાંધેલા આયુકર્મના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તે પણ તે છેવટની જ છે. તે પછી તો તે આગામી વીશીમાં મહાપા નામના તીર્થકર થવાના છે. આ અપૂર્વ મહિમા વેદસંવેદ્ય પદરૂપ–સ્વસંવેદનરૂપ સમ્યગ્દર્શનનો છે. પરમ સતકવિવર શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાયું છે કે –
વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કેઈને મહાપ તીર્થકર થશે, શ્રેણિક કાણુંગ જોઈ લે.
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org