________________
(૨૬)
ગંદસિમુશ્ચિય वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा पुनर्दुर्गत्ययोगतः ।। ७१ ।। સંગતિશ કરી, ઘસવે પ્રભાવ;
પુનઃ દુર્ગતિ અગથી, છેલ્લી હેય આ સાવ ૭૧ અર્થ–વેદ્યસંવેદ્ય પદથકી સંગતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હોય છે, કારણકે (તેને) ફરીને દુર્ગતિનો યોગ હોતો નથી.
વિવેચન ઉપરના લેકમાં એમ કહ્યું કે વેદસંવેદ્ય પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જે થાય, તે તે તપેલા લેઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કર્મષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ-પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહીં ખુલાસે હોય છે. પ્રથમ તો વેધસ વેધપદની પ્રાપ્તિ થઈ હોવાને લીધે જ આવી પ્રવૃત્તિ હોય છે. આ વેદ્યસંવેદ્યપદ (સમ્યગ્દર્શન) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. “અત્યંત દારુણ એવી કર્મગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત કેઈક જ તે દર્શનને પામે છે. ”
કૃત્તિ–વેચારતો- સંવેદ્ય પદ થકી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વેઘસંવેદ્ય પદને લીધે, સાતિરાવાર–સંવેગ અતિશયથી, અતિશય સંવેગને લીધે, વમેવ મવષાઆ (પાપપ્રવૃતિ) છેલી જ હોય છે. શા કારણથી ? તો કે પુનર્રચાતઃ–પુનઃ-ફરીને દુર્ગતિના અયોગથી, ફરીને દુર્ગતિને યોગ થતો નથી તેટલા માટે શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી.
શંકા–જેનું સદર્શન પ્રતિપતિત ( આવીને પાછું પડી ગયું છે ) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિ હોય છે. સમાધાન–એમ કહેવું તે વાતમાં કાંઈ સાર નથી-માલ નથી. કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારે અભિપ્રાય બરાબર સમજાય નથી. ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નેશ્ચયિક વેધસંવેદ્ય પદનો ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગ્દર્શન) વ્યાવહારિક છે. તેમજ–
આ જ (નિશ્ચય વેધસંવેદ્ય પદ) ચારુ–સુંદર છે, કારણ કે એ હેતાં, પ્રાયે દુર્ગતિમાં પણ માનસદુઃખનો અભાવ હોય છે,–વજ તંદુલની જેમ (વજના ચોખાની જેમ) આને ભાવ પાકને અયોગ હોય છે તેને લીધે, પણ આનાથી બીજું એવું વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદ તે એકાંતથી જ અચા-અસુંદર છે.
" तद्दर्शनमवाप्नोति कर्मग्रंथि सुदारुणम् । निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि ।। सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा न रमते भवोदधौ ॥"
– મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org