SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ : સમસ્ત વસ્તુનું અનેકાંત સ્વરૂપ (૨૬૫) (૩) તેમજ અનંતધર્માત્મક એવા અખંડ વસ્તુ-તત્વનું અત્ર સમગ્રપણે (Comprehensive & Collective ) ગ્રહણ થાય છે, તેથી કરીને પણ આ બોધનું સૂક્ષ્મપણું નીપજે છે. કારણ કે સ્યાદવાદ જ એ સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક અનેકાંત એવું એક અખ્ખલિત અર્હત્ સર્વજ્ઞનું શાસન છે. અને તે સર્વ અને વસ્તુના સમગ્ર કાંતાત્મક છે એમ અનુશાસન કરે છે, કારણ કે સર્વ વસ્તુનો અનેકાંત ગ્રહણથી સ્વભાવ છે. તેમાં જે તત્વ છે, તે જ અતત્ છે; જે એક છે તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે.--એમ એક વસ્તુના વસ્તુત્વનું સાધનાર એવું જે પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશન તે અનેકાંત છે. એમ તત્વવ્યવસ્થિતિથી પોતે પિતાને વ્યવસ્થાપિત કરતા અનેકાંત જૈન શાસનને અવલંબી વ્યવસ્થિત છે. આ “અનેકાંત તે પરમાગમને જીવ-માણ છે. અને જન્માંધ પુરુષના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને શમાવનાર, તથા સકલ નવિલસિતોના વિરોધને મથી નાંખનારે,” એવો પરમ ઉદાર ગંભીર ને સર્વગ્રાહી છે. કારણ કે તે ભિન્ન ભિન્ન નય–અપેક્ષા લક્ષમાં રાખી જૂદા જૂદા દષ્ટિકોણથી સમગ્ર-સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ તપાસે છે, તેથી પરસ્પર કલહ કરતા નાની તકરારને અંત આવે છે, અને કેઈ પણ પ્રકારના મતાગ્રહને ઉભવાનું સ્થાન રહેતું નથી. તવના જીવનરૂપ આ અનેકાંતના આવા પરમ અદ્દભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને, પરમ તત્ત્વોએ ઉદારઘષામ ઉદ્યોષણા કરી છે કે- અનેકાંત શિવાય તત્વવ્યવસ્થા નથી, તે અત્યંત સત્ય છે. ____ * " स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेवमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य । स तु सर्वमनकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् । + + तत्र यदेव तत्तदेवातत्, यदेवैकं तदेवानेकं, यदेव सत्तदेवासत्, यदेव नित्यं तदेवानित्यमित्येकवस्तुवस्तु. સ્વનિgg gggવદ્ધારિદ્રયપ્રવરા મનેકાંતા” (ઈત્યાદિ, અનેકાંતની પરમ વિશદ હૃદયંગમ વિવેચના માટે જુઓ)–શ્રી અમૃતચંદ્રાચાર્યજી વિરચિત સમયસાર ટીકા પરિશિષ્ટ. x “ परमागमस्य जीवं निषिद्धजात्यंधसिंधुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकांतम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકણીત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય. " एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम् । आलंब्य शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥” શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાટીકા-પરિશિષ્ટ. + “ इमां समक्ष प्रतिपक्षसाक्षिणा मुदारघोषामुदघोषणां त्रुवे। न वीतरागात्परमस्ति देवतं न चाप्यनकान्तमृते नयस्थितिः ॥" –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્યયોગવ્યવ, કા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy