________________
(૨૬૬)
થાગદષ્ટિસમુચ્ચય આમ અનંત ધમોત્મક અખંડ વરતુતત્ત્વનું સંપૂર્ણ પણે–સમગ્રપણે (as a whole) અત્ર ગ્રહણ થાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુમાં-ધમીંમાં અનંત ધર્મ રહ્યા છે, વસ્તુતત્વ અનેકાંત છે, છતાં વસ્તુ એક અખંડ ને અભેદ છે,-એમ સમગ્રપણે–સંપૂર્ણપણે અહીં વસ્તુતત્વ સમજાય છે. તેથી પણ આ બેધનું સૂફમપણું હોય છે. “સ્યાદ્વાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહજે; સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવાસ્તિક પરિણામ....વામી સુજાત.”—-શ્રી દેવચંદ્રજી અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે, સર્વસ્વ તેનું નૃપ લેજ કાપે. ”—(ડૉ. ભગવાનદાસ)
આમ ભવસમુદ્રના નિસ્તારને લીધે, કર્મવજીના વિભેદને લીધે, તથા રેય વસ્તુતત્વના સમગ્રપણે ગ્રહણને લીધે આ બેધનું સૂક્ષમણું કહ્યું છે, પરંતુ આવા સૂક્ષ્મપણાવાળ બોધ હજુ આ દષ્ટિમાં પ્રગટતા નથી, તેમજ તેની નીચેની દષ્ટિઓમાં પણ હતો નથી, કારણ કે તેમાં તત્વથી ગ્રથિભેદને અભાવ હોય છે.
अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्वणम् । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभमतः परम् ॥६७॥ પદ અવેધસંવેધ તે, તેવું પ્રબલ આ સ્થાન;
બીનું પક્ષિછાયા વિષે, જલચર પ્રવૃત્તિ સમાન ૭. અર્થ:~-કારણ કે આ પહેલી ચાર દષ્ટિએમાં અવેધસંવેદ્ય પદ તથા પ્રકારે ઉબણપ્રબળ હોય છેઅને આનાથી બીજું એવું જે વેધસંવેદ્ય પદ છે, તે તે અહીં પંખીના પડછાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું હોય છે.
વિવેચન સૂમ બોધ આ મિત્રા વગેરે ચાર દષ્ટિઓમાં નથી હોતો એમ ઉપરમાં કહ્યું, તેનું કારણ એમ છે કે–અત્રે અવેધસંવેદ્ય પદ ઉબણ-પ્રબલ હોય છે. અને આનાથી
વૃત્તિ –અ ર્વવેદuહું–અવેવસંવેદ્ય પદ-જેનું લક્ષણ કહેવામાં આવનાર છે તે, ગમારા કારણ કે આમાં-મિત્રા આદિ ચાર દષ્ટિએમાં, તથai-તેવું ઉબણ, તે નિવૃત્તિ આદિ પદના પ્રકારથી પ્રબલ-ઉદ્ધત, ઊંક્ષાવાગઢ ગ્રામ૫-પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું, પક્ષીના પડછાયામાં તે પક્ષીની બુદ્ધિથી જલચરની પ્રવૃત્તિ જેવું, અત: ઉમુ-આનાથી પર –બીજું, એટલે વેદસંવેદ્યપદ, આ દષ્ટિએમાં તાત્ત્વિક નથી હોતું, એમ અર્થ છે. કારણ કે ગ્રંથિભેદની અસિદ્ધિ છે તેથી કરીને. આ અતાવિક વેધસંવેદ્યપદ પણ આ મિત્રા આદિ ચાર દષ્ટિઓમાં ચરમ યથાપ્રવૃત્તિકરણથી જ હોય છે,-એમ આચાર્યો વદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org