________________
યોગદષ્ટિસમુચ્ચય
(૨૬૪)
. ભવસાગર વિસ્તારથી, કર્મ વજી ભેદે જ;
સેય સકલ વ્યાપ્તિ થકી, સૂક્ષ્મતા-અહિં ન એ જ. ૬૬
અર્થ–ભવસમુદ્રના સમુન્નારણ થકી, કમરૂપ વના વિભેદ થકી, અને ય વ્યાપ્તિના સંપૂર્ણપણે થકી સૂકમપણું હોય છે. પણ આવે) આ સૂમ બાધ અત્રેઆ દષ્ટિમાં હેત નથી.
વિવેચન
ઉપરમાં જે બોધનું સૂમપાશું કહ્યું, તે શા કારણથી હોય છે, તે અત્ર વિવર્યું છે: (૧) સંસારસાગરના નિસ્તારને લીધે, (૨) તથા કમરૂપ વાના વિભેદને લીધે, (૩). તથા અનંત ધર્માત્મક એવું જ સેય વસ્તુતત્વ તેના સંપૂર્ણપણાને લીધે-સમગ્રપણાને લીધે, આ સૂક્ષમણું કહ્યું છે. તે આ પ્રકારે –
બેધનું સૂફમપણું શી રીતે ?
(૧) જ્યારે આ સૂકમ બેધ ઉપજે છે, ત્યારે જીવ અનંત અપાર એ ભવસાગર તરી જાય છે, તેનો ભવનિસ્તાર થાય છે, સંસાર સમુદ્ર ગોઇપદ જે સુખેથી
લીલામાં ઓળંગી જવાય એવો બની જાય છે. આમ આ સૂફમબોધ ભવસાગર ભવનિતાર કરે છે, કારણ કે તે લોકોત્તર પ્રવૃત્તિને હેતુ થઈ પડે નિસ્તારથી છે. અથવા તો જયારે જીવન ભવનિતાર થવાનો હોય છે, જીવ જ્યારે
ભવસમુદ્રના કાંઠા પાસે આવી પહોંચે છે, ત્યારે લોકેત્તર પ્રવૃત્તિનો હેતુભૂત એ આ સૂમબોધ પ્રાપ્ત થાય છે. અને આમ એના શીઘ તારકપણાને લીધે એનું સૂકમપણું ઘટે છે.
(૨) તથા કર્મરૂપ વાન વિભેદ થાય છે, તેથી પણ આ બોધનું સૂમપણું છે. વા (હીરો) જેમ ભેદ-ચૂર મુશ્કેલ છે, તેમ કમની મહામેરૂ૫ ગ્રંથિ દુર્ભે ધ
ભેરવી દુષ્કર છે, તેનો અત્ર વિભેદ થાય છે. વિભેદ એ કે જેથી કર્મવા અપુનગ્રહણ હોય છે, એટલે કે એવા પ્રકારે ભેદ થાય કે ફરીને વિભેદથી તેનું તેવા પ્રકારે ગ્રહણ કરવાપણું હોય નહિં. આવા કમં વજના વિશે
દથી “તીવ્ર સંકલેશ-દઢ કષાદય થતું નથી, તેથી કરીને તે સદા નિ:શ્રેયસાવહ –નિર્વાણહેતુ થાય છે. અને આમ તે સૂક્ષમ બોધનું કારણ થઈ પડે છે.
ન “મોષવ ચારા વિશે ન મૂથો માતં તથા I
સત્રમ જ જિ. વલઃ – શ્રી ગ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org