SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાણિઃ બેધનું સૂક્ષ્મપણું શી રીતે ? ( ૨૬૩) સ્યાદવાદગ્રુત કહેવાય છે. ” એવા પ્રમાણભૂત સ્યાદવાદ શ્રુતનો તેઓ વસ્તુ સ્વરૂપ સમજવા માટે આશ્રય કરે છે. થતજ્ઞાને નયપથ લીજે, અનુભવ આસ્વાદન કીજે.” -શ્રી દેવચંદ્રજી. ૩. તસ્વનિર્ણયમાં ત્રીજી વસ્તુ ફળ શું તે નિર્ધારવાનું છે. એટલે અમુક તત્ત્વનું સ્વરૂપ નક્કી કર્યું, નિશ્ચિત કર્યું, તેનું ફળ શું, પરિણામ શું, અને પ્રસ્તુત તાવની ફળરૂપ પ્રાપ્તિ કેવા પ્રકારે થાય, પ્રસ્તુત તત્વ કેમ નિષ-સિદ્ધ થાય, તેની ફલ વિચારણું તેઓ કરે છે. પ્રમાણભૂત એવા સર્વજ્ઞાનનું ફલ સાક્ષાત અજ્ઞાનનું હૃર થવું તે છે, કેવલજ્ઞાનનું ફલ સુખ ને ઉપેક્ષા છે, અને બાકીના જ્ઞાનનું ફલ ગ્રહણ–ત્યાગ બુદ્ધિ ઉપજવી તે છે, એટલે કે સને ગ્રહણ અને અસત્ના ત્યાગરૂપ વિવેકબુદ્ધિ ઉપજવી તે છે. અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.”—શ્રીમદ્ રાજચંદ્રજી આમ વિદ્વજનો હેતુથી સ્વરૂપથી અને ફલથી તત્ત્વનો સમ્યફ, યથાસ્થિત, અવિસંવાદી એ નિર્ણય કરે છે, પરમાર્થનો સુવિનિશ્ચય કરે છે; અને તે કરી શકે છે તેનું કારણ વદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ છે. વેદ્ય એટલે જાણવા યોગ્ય જ્યાં સંવેદાય છે, સમ્યફ પ્રકારે જણાય છે, અનુભવાય છે, તે વેદ્યસ વેદ્ય પદ કહેવાય છે. આનું સ્વરૂપ હવે પછી ગ્રંથકાર મહર્ષિ કહેશે. આ જે અવિસંવાદી તત્વનિર્ણય વેધસંવેદ્ય પદથી થાય છે, તેને જ “ સૂક્ષ્મ બેધ” એવું નામ આપવામાં આવ્યું છે. અહીંજ વિશેષથી પ્રવૃત્તિનું નિમિત્ત કહે છે– भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः। .. ज्ञेयव्याप्तेश्च कात्स्न्येन सूक्ष्मत्वं नायमत्रतु ॥ ६६ ॥ કૃત્તિ:–મવાસ્મોધિસમુરારા-ભવસમુદ્રમાંથી સમુતારણથી, સંસારસાગરમાંથી પાર ઉતારવા વો કરીને લેકોત્તર પ્રવૃત્તિના હેતુપણાને લીધે. તથા શર્માન્નમિત્રત-કર્મરૂપ વજના વિભેદથી - અપુનવણથી વિભેદવડે કરીને. ફ્રેય થાશ્ચ માન-અને યવ્યાપ્તિના કારથી–સંપૂર્ણ પણાથી; -અનંત ધર્માત્મક તત્વની પ્રતિ પત્તિ વડે કરીને, વૃક્રમā-સૂક્ષ્મતત્વ, સૂક્ષ્મપણું, બેધનું નિપુણ પણું. નામત્ર તુ-પણ (આ) આ સૂમ બધ અવે નથી હોતા. અત્રે એટલે દીપ્રા દૃષ્ટિમાં અને તેની નીચેની દષ્ટિએમાં નથી હોતો,-તથી ગ્રંથિભેદની અસિદ્ધિને લીધે. x “ नयानामेकनिष्टानां प्रवृत्तेः श्रुतवम॑नि । સપૂણાર્થવિનિશ્ચય થાત્તાધુતમુક્યતે I-ન્યાયાવતાર. * “ઘમાળ0 રું સાક્ષાજ્ઞાનવિનિંઘર્જનમ્ . કેવાય કુવવ વસ્થાવાનદારધીઃ ”-ન્યાયાવતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy