SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ C૨૫૬ ). યોગદસિસુચય ઉપરમાં રાખ્યું હોય, તે તેમાં તેની તેવી ઝાં-છાયા પડે છે, તેવી રંગછાયાથી તપાપરિતદ્ર૫૫ણાની પ્રાપ્તિ થાય છે. તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેનું ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદ્રપાપત્તિ-તકૂપપણું પ્રાપ્ત થાય છે. આમ જાતિવત નિર્મલ સ્ફટિક રનની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) ‘તથ્યથી અર્થાત તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) “તદંજનપણથી” અર્થાત તેનું અંજન-રંગ લાગવારૂપ તન્મયપણાથી સમાપતિ હોય છે. આ સમાપરિઝ થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે-(૧) પ્રથમ તે ફટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળું નિર્મલ હોવું જોઈએ. એમ હોય તે જ સમાપત્તિ થવાની યોગ્યતા પ્રાપ્ત થાય. (૨) એક ફૂલની પાસે મૂકેલા સફટિકની સમાપત્તિ જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણું કેમ થાય? થવું જોઈએ. આ ન હોય તે સમાપત્તિ થાય જ કેમ ? (૩) અને પછી ફૂલની રંગછાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવું જોઈએ, ધ્યાન વિષયનો દઢ ભાવરંગ લાગી જ જોઈએ. આમ થાય ત્યારે જ સમાપતિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત (ssential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તો ચિત્તસવે સ્ફટિક જેવું અત્યંત નિર્મલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાત ચિત અત્યંત સાત્વિક પરિણામી થઈ જવું જોઈએ. આમ જે ન થાય તો પત્થરમાં જેમ ફુલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યોગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણ ચારે ચિત્ત નિમલ-ક્ષીણવૃત્તિવાળ, સ્ફટિક જેવું પારદર્શક વરછ (Crystal-clear) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દડતું નહિં હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે તાત્પર્ય કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપતિને ઉપક્રમ x “ मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । તત્વથ્થા સારવાચ સમપત્તિ. કાન્નિતા છે ”—શ્રી યશે. કૃત દ્વા૨ દ્વા૨, ૧૦ પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીત એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સમાપતિ નિવિચાર સમાધિ પર્ય તે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ પર્યતે. અને ગૃહી સમાપત્તિ સાસ્મિત સમાધિ પર્ય તે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે: (૧) સવિતર્ક, (૨) નિર્વિતર્ક, (૩) સુવિચાર, (૪) નિર્વિચાર. આ સમપત્તિઓ સંપ્રજ્ઞાત સમાધિ (સવિક૫) છેઅને તે જ “સબીજ ' સમાધિ કહેવાય છે. તેમાં છેલી નિર્વિચાર સમા પત્તિનું નિર્મલપણું થયે અધ્યાત્મપ્રસાદ થાય છે, તેથી ઋતંભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે મૃત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારોતરનો બાધક એવો તરવસંસ્કાર ઉપજે છે. અને તેના નિરધથી અસં'પ્રજ્ઞાત (નિર્વિક૬૫) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રયયના અભ્યાસથી અને “નેતિ નેતિ” એવા સંસ્કારશેષથી તે અસંપ્રજ્ઞાત સમાધિથી કૈવ પ્રગટે છે-- આત્માનું કેવલ સ્વરૂ૫પ્રતિત થાય છે. આમ નિર્વિચાર સમા પરિ>અધ્યાત્મપ્રસાદ>ઋતંભરા પ્રજ્ઞાતરસંસ્કાર અસંખનાત સમાધિ કેવલ, આ ક્રમ છે. (વિશેષ માટે જાએ પાત, તથા યશવિજયજીત ઠા. ઠા. ૨૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy