________________
પ્રમાણે આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ આત્મસ્વભાવ રૂપ ધર્મનો વ્યાપાર-પ્રવૃત્તિ-આચરણ તે યુગ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વસે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે, અને તે જ યોગ છે. આ આત્મધર્મ આત્માનો સ્વભાવભૂત હાઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. વાસ્તવિક “સનાતન ધર્મ” એ જ છે. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું તત્વવાચક નામ જ “જિન” અર્થાત્ વીતરાગ પ્રભુ છે. અને એવા તે જિન–વીતરાગ-શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ અથવા આત્મધર્મ છે. નિજ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ આ સનાતન આત્મધર્મ એ જ આત્માનો “સ્વધર્મ-સ્વસમય છે, અને આત્માથી અન્ય એવા પરભાવ-વિભાવમાં વર્તવું એ જ “પરધર્મ –પરસમય છે. આ આત્મસ્વભાવરૂપ “સ્વધર્મ'માં વર્તતાં નિધનમૃત્યુ થાય તે શ્રેય છે, પણ પરભાવમાં વર્તવારૂપ “પરધર્મ” ખરેખર “ભયાવહ” છે ! 'स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।'
“ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ. શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પર વડી છાંયડી જ પડે, તે પરસમય નિવાસ રે."– શ્રી આનંદઘનજી.
આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભૂત-પ્રગટ કરવાનો છે, અથવા આ આત્મા પોતે જ ધર્મ છે, એટલી સીધી સાદી વાત લોક સમજતા નથી, અને પારકે ઘેર ધર્મ દ્રઢતા ફરે છે, પણ પોતાના ઘેર જ ધર્મ છે તે દેખતા નથી અને કસ્તુરી એ મૃગ જેવું આચરણ કરે છે ! આ ધર્મમૂર્તિ આત્મારૂપ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” ખુલ્લો પડ્યો છે, તેને ઉલંઘી જઈને તેઓ તેની શોધમાં બહાર નીકળી પડ્યા છે!
“પર ઘરે જોતાં રે ધર્મ તમે ફેરો, નિજ ઘર ન લો રે ધર્મ ! જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદ પરિમલ મર્મ. – શ્રી વશેવિયછ. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલંઘી હે જાય ! તિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય !”—શ્રી આનંદઘનજી
જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો હવભાવ હોઈ તેનો ધર્મ છે, તેમ કષાય અભાવરૂપ નિર્મલતા એ જ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત્ x" मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो।
રિયુદ્ધો વિમો, રાજાજો વિશvi | "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org