SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધર્મ છે. પણ સ્ફટિક રત્નનો સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ વગેરે બાદ ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કર્મ રૂપ બાહા ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામોની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થયે સફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સવરૂપે પ્રકાશે છે. આત્માનો નિર્મલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયં સ્થિત જ છે, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, તેટલે તેટલે અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું નિરુપાધિકપણું સમ્યગૂઢષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. એટલે આમ પરિશુદ્ધ આત્મસ્વભાવને પ્રગટ કરતા સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ ચોગ છે, એ વ્યાખ્યા સર્વથા યથાર્થ છે. “જિમ નિર્મલતા રે રત્ન સફટિતણી, તેમજ જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ. શ્રી સીમંધર૦ જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ સમષ્ટિ ગુઠાણાથકી, જાવલહે શિવશર્મ. ”—શ્રી યશોવિજયજી. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૯. મેક્ષની સાથે યોજે તે ગ’ એ મુખ્ય વ્યાખ્યા જ્યાં યથાર્થ પણે લાગુ પડે છે એવા આ પરિશુદ્ધ ધર્મવ્યાપારનું જવલંત ઉદાહરણ જૈનશાસ્ત્રોક્ત આ પંચવિધ ગ છેઃ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ આ પાંચ તબક્કાવાળે (stages) યોગ કહ્યો છે ( જુઓ ગબિંદુ ભલે. ૩૫૮-૩૬૭) “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ કહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે....શ્રી શ્રેયાંસ, નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અવતમ છડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું દઢ મડ રે –શ્રી આનંદઘનજી. (૨) ચિત્તવૃત્તિનિધ તે યોગ રોrશ્ચત્તવૃત્તિનિરોધ ' ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ, એવી મુનિ પતંજલિએ કરેલી ગવ્યાખ્યા પણ એ જ પ્રયોજન દાખવે છે, કારણ કે ચિત્તનિરોધ થાય ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy