________________
દીરાદષ્ટિ : તવ શ્રવણથી સકલ કયાણુ.
(૨૫૩)
નિયમથીજ એથી કરી, નરને સકલ કલ્યાણ ગુરુભક્તિ સુખ યુક્ત જે, ઉભય લોક હિત સ્થાન. ૬૩
અર્થ –અને એ-તત્વકૃતિ થકીજ મનુષ્યોને નિયમથીજ સકલ કલ્યાણ હેય છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ-હિત કરનાર એવું હોય છે.
વિવેચન
“તનસે મનસે ધનસેં સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમાનો.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
અને એ તત્ત્વકૃતિ-તત્ત્વશ્રવણ થકી જ નિયમથી જ મનુષ્યોને પરોપકાર વગેરે સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કારણ કે સતુશાસ્ત્રના સદુપદેશશ્રવણથી જ પરોપકાર, દયા,
દાન, શીલ આદિના કલ્યાણકારી સરકાર બીજ આત્મામાં રોપાય છે; તત્ત્વશ્રવણથી અને તેથી કરીને જ તેવા પ્રકારને નિર્મલ ચિત્ત-આશય પ્રગટે છે, સકલ કલ્યાણ મન:શુદ્ધિ થાય છે, અને તેના પરિણામે પરે૫કાર આદિ કલ્યાણપ્રદ
પ્રવૃત્તિ સંભવે છે. અર્થ-કામનીઝ બાબતમાં તે લેકે વિના ઉપદેશે પણ ૫ટુ-હોશિયાર હોય છે, પણ ધર્મ તે શાસ્ત્ર-શ્રુતિ વિના થઈ શકતો નથી, એટલે તેમાં–તે કલ્યાણકર શાસ્ત્રમાં–આમ સત પુરુષના વચનમાં આદર કરવો તે હિતકારક છે, પરમ કલ્યાણકારી છે. પરમ ભાવિતામા શ્રીમદ્ રાજચંદ્રજીનું વચનામૃત છે કે–
અહો! પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂતછેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, 10 ત્રિકાળ જયવંત વ! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:.”–શ્રીમદ્ રાજચંદ્ર
અને તે કલ્યાણ પણ ગુરુભક્તિના સુખથી યુક્ત એવું હોય છે. કારણ કે શ્રી સદગુરુની આજ્ઞાથીજ કલ્યાણ હોય છે. પરોપકારાદિ કલ્યાણકાર્ય પણ શ્રીમદ્દ સદગુરુ ભગવાનની આજ્ઞાપૂર્વક કરવામાં આવે તેજ તત્વથી–પરમાર્થથી વાસ્તવિક ક૯યાણરૂપ થાય છે, સ્વછ કરવામાં આવે તે વાસ્તવિક કયાણરૂપ થતું નથી. એમ ભગવાન શાસ્ત્રકારનો
x" उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । ધરતુ વિના રાન્નાવતિ તારો દિતા ” – શ્રી બિન્દુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org