SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૬) ગદરિસરચય પતંજલિ આદિને અભિપ્રાય છે કે-“પ્રાણાયામથી પ્રકાશના આવરણને ક્ષય થાય છે, અને ધારણમાં મનની એગ્યતા થાય છે.” એટલે કે ચિત્તસરવગત પ્રકાશનું જે કલેશરૂપ આવરણ છે તેને ક્ષય થાય છે, અને પ્રાણાયામથી સ્થિર કરાયેલું ચિત્ત સુખે કરીને નિયત દેશમાં ધારી રખાય છે. અને આ જે પતંજલિ આદિએ કહ્યું છે તે કવચિત્ પુરુષ વિશેષમાં ગ્યતા પ્રમાણે યુક્ત છે, કારણ કે યેગીઓનું નાનારુચિપણું છે. તેથીપણ ભગવત્ જિનપ્રવચનમાં તે શ્વાસોચ્છવાસનો રોધ વ્યાકુલતાને હેતુ થઈ પડે છે માટે નિષિદ્ધ જ છે, કારણ કે જેમ ગસમાધાન થાય એમ જ પ્રવૃત્તિ કરવી શ્રેયસ્કર છે અને પ્રાણરોધરૂપ મથામણુનું બહુ ઝાઝું પ્રયોજન પણ નથી. બાકી ભાવથી જોઈએ તે બાહ્યા ભાવના રેચનથી, અંતરભાવના પૂરણથી, ને નિશ્ચિત અર્થને કુંભનથી પરમાર્થરૂપ ભાવ પ્રાણાયામ થાય છે. તે આ પ્રકારે -(૧) જેમ પ્રાણા યામની બાહ્ય સ્થલ ક્રિયામાં શ્વાસને બહાર કાઢવારૂપ રેચક ક્રિયા કરભાવ પ્રાણુયામ વામાં આવે છે, તેમ આ ભાવ પ્રાણાયામમાં બાહાભાવ-પરભાવને બહાર કાઢવારૂપ-રેચ દેવારૂપ રેચકે ક્રિયા કરવામાં આવે છે. એટલે સ્ત્રીકુટુંબ આદિના મમત્વરૂપ બાહા ભાવોને કાઢી નાંખવામાં આવે છે. (૨) જેમ બાહા પ્રાણાયામમાં શ્વાસ અંદર ભરવારૂપ પૂરક ક્રિયા કરવામાં આવે છે, તેમ ભાવ પ્રાણાયામમાં અંતરાત્મભાવ અંતરુમાં ભરવારૂપ પૂરક ક્રિયા કરાય છે. એટલે કે શ્રવણથી ઉપજેલા વિવેકરૂ૫ અંતર્ભાવ ભરાય છે. (૩) જેમ હઠગિક પ્રાણાયામમાં શ્વાસને અંદર ભર્યા પછી તેને કુંભમાં જલની જેમ સ્થિર કરવારૂપથંભાવી રાખવારૂપ કુંભક ક્રિયા કરાય છે, તેમ અત્રે ભાવ પ્રાણાયામમાં અંતર્ભાવની સ્થિરતારૂપ-સ્થંભરૂપ કુંભક ક્રિયા કરવામાં આવે છે. એટલે નિશ્ચિત અર્થનું કુંભન–સ્થિરીકરણ થાય છે. આમ ભાવ પ્રાણાયામ તે આત્મભાવરૂપ સ્વભાવ છે, અને એ જ અવ્યભિચારથી વેગનું અંગ છે. અર્થાત બાહ્ય પ્રાણાચામ યાગનું અંગ થાય કે ન પણ થાય, પણ આ ભાવ પ્રાણાયામ તે ચકકસ વેગનું અંગ છે જ. માટે આ આધ્યાત્મિક પ્રાણાયામ એ જ ઉત્કૃષ્ટ–શ્રેષ્ઠ પ્રાણાયામ છે. " श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यंतरस्तंभवृत्तिर्देशकाल. संख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः क्षीयते प्रकाशा વાળમ્ ! ધારણ ૪ થતા મનઃ ” – પાતં૦ ૦ ૨, ૪૯-૫૩. x “ उस्सासं ण णिरुभइ आभिग्गहीओवि किमु अचेठा । ઘર મળ નિરોદે મુદુપુરાણં જ જ્ઞાળr ”—શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી. + “રેવનાદામાવાનામતમવ પૂળા ! માણિતારા કાળજાયામશ્વ માવતઃ ”—શ્રી યશેવિકૃત દ્વાર દાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy