________________
દીપ્રાદષ્ટિ “દીપપ્રભા સમ જ્ઞાન”.-દ્રવ્ય-ભાવ પ્રાણાયામ
(૩૫) દર્શન–આ દષ્ટિમાં દર્શન-બોધ સ્થૂલ પ્રકારનો હોય છે, સૂફમ-નિપુણ હતા નથી. જો કે આગલી ત્રણ દષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળ ને વધારે સામર્થ્યવાળે હેઈ,
તેને દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થિરા આદિ દીપપ્રભા હષ્ટિની અપેક્ષાએ આ બોધનું હજુ સ્થલપણું છે. કારણ કે દીપક સમ જ્ઞાન” પ્રકાશ તૃણ-ગેમ-કાના અગ્નિ કરતાં અનેકગણે બળવાન ને વધારે
સ્થિતિવાળો હોય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણે અ૫વીર્ય ને મંદ છે, તેમ આ દીપ્રાદષ્ટિને બોધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળો હોય છે, પણ સ્થિરા આદિ કરતાં મંદ ને અ૮૫ સ્થિતિવાળે હોય છે. દીપકના સાન્નિધ્યમાં તેના પ્રકાશ-વર્તલમાં આવતા પદાર્થોનું દિગદર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂફમ વ્યવહિત પદાર્થોનું દર્શન થતું નથી, તેમ ક્ષયે પશમ રૂપ તેલના પ્રમાણમાં આ દ્રષ્ટિમાં પદાર્થના સ્થલ બોધ થાય છે, પણ દૂરવતી સૂક્ષમ અંતરિત તે પદાર્થનું દર્શન થતું નથી. હવે તેલ હોય ત્યાંસુધી પ્રકાશે છે, તેલ ખૂટી ગયે ઓલવાઈ જાય છે, તેમ આ દષ્ટિને બેધ તથારૂપ ક્ષોપશમ હોય ત્યાં સુધી પ્રકાશે છે, પછી. પ્રકાશતો નથી–ઓલવાઈ જાય છે. દી વાયરાના સપાટાથી ઓલવાય છે, અથવા અસિથ૨ થાય છે, તેમ આ દષ્ટિને બંધ પણ તથા પ્રકારના બાહ્ય નિમિત્તરૂપ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને-પડી જવાનો ભય રહે છે, અથવા અસ્થિર-ચંચલ થવાને સંભવ રહે છે, ઈત્યાદિ અનેક પ્રકારે આ દષ્ટિના બેધને દીપકની ઉપમા બરાબર ઘટે છે. અત્રે “દષ્ટિના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સતશ્રદ્ધાસંગત બંધ હોય છે, તેથી કરીને અસત પ્રવૃત્તિનો વ્યાઘાત થતો જાય છે, ને સપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે.
– પ્રાણાયામ -
“બાહ્યા ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મન”–શ્રી યો૦ ૬૦ સક્ઝાય -૨
અને મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામનો જ નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામને શ્વાસના અંધનરૂપ જે બાહ્યા એ હઠયોગનો પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી,
કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હેઈ ચિત્તચંચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ બાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે -(૧) શ્વાસને બહાર
કાઢ, તે રેચક પ્રાણાયામ છે. (૨) શ્વાસને અંદર પૂર, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુંભમાં જલની જેમ નિશ્ચલપણે થંભી રાખવો, તે કુંભક પ્રાણાયામ છે. * "रेचकः स्यादहिर्वृत्तिरन्तवृत्तिश्च पूरकः । कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामस्त्रिधेत्ययम् ॥ धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ॥"
(આધાર માટે જુઓ) યશા કૃત દ્વા૨ દ્વા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org