SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ છે” એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા (Hailing ) એવા વિષયાસક્ત ભવાભિનંદી જી આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. વળી ચોગબિન્દુમાં કહ્યું છે તેમ ભવામિનંદી જીવ માનાર્ધનો-લોકેષણાનો ભૂખ્યા હોઈ “લેકપંક્તિમાં બેસનારો હોય છે, અર્થાત્ લોકારાધન હેતુઓ–લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થકર-દુરંત ફલદાયી થઈ પડે છે, કારણ કે જગતને રૂડું દેખાડી ધમમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આતમાથે જ કરવા ગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાર્થે ઉપયોગ કરે છે, અને તછ એવા લોકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જે હીન ઉપગ કરે છે અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘેર આશાતના કરે છે. આવી લોકેષણારૂપ લેકપંક્તિ અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તો કેત્તર ક૯યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણરૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી, છતાં મહદ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલિપત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી પોતાના નામને સાર્થક કરે છે ! એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને પૂજદિની કામના બળ્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત” યોગની “વાત કરે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમની પણ એ જ દશા છે ! ગબિંદુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનોને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સાગ રહિત વિદ્વાનોને* “શાસ્ત્રસંસાર” છે. આમ મૂઢ હોય કે વિદ્વાન્ હોય,–જેને અંતરમાં ભવદુઃખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરમાં વર્યા કરતી હોય, એ ભવાભિનંદી જીવ મેક્ષના આ મૂળ માર્ગને શ્રવણને પણ અધિકારી કેમ હોય ? મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ....મૂળ૦ નોય પૂજાદિની જો કામના રે, ને વહાલું અંતર ભવદુઃખમૂળ૦ ” જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રયક્ષ રહ્યા છે. એક ભાવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છઉં, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ”–શ્રીમદ્ રાજચંદ્રજી. “ પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જોડે એહ પરમ પુરુષથી રગતા, એકત્વતા હો દાખી ગુણગેહ "–શ્રી દેવચંદ્રજી, x“लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना, क्रियते सत्किया सात्र लोकपंक्तिरुदाहृता॥ भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि, महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः॥" * " पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । विदुषां शास्त्रसंसार. सद्योगरहितात्मनाम् ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy