________________
(૨૧૮)
ગદસમુચ્ચય આસનની દઢતા-ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે બાહા વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણું પ્રવર્તે છે. આમ આ “અવધૂત સદા મગનમાં રહે છે !
અબધૂ સદા મગનમેં રહેના, ક્યા તેરા કયા મેરા? અબધૂળ તેરા હૈ સો તેરી પાસે, અવર સબહી અનેરા...અબધૂ”—શ્રી આનંદધનજી
જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણે વર્તી અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક, ર૯૭. એ જ કહે છે–
अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१ ॥ ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત;
અપાયના પરિહારથી, સહ પ્રણિધાન પ્રશસ્ત પી. અર્થ – સર્વ ગમન સ્વરા–ઉતાવળ વિનાનું અને સર્વ કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સંયુક્ત એવું હોય છે.
વિવેચન ઉપરમાં જે સુખાસન કર્યું તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. આ દષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વર્તે છે–એટલી બધી સ્થિરતા રહે છે કે
તેની બધી દોડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, ઉતાવળનો તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધું પરિણામ એ આવે અભાવ છે કે તે ગમે તે સ્થળે જતો હોય અથવા ગમે તે ક્રિયા કરતો હોય, તોપણું
તે તે કર્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ-ત્વરા હોતી નથી, દોડધામ હેતી નથી. તેની સર્વ ક્રિયા મનના પ્રણિધાન સંયુક્ત હોય છે, અને તે દષ્ટિ આદિમાં અપાય-ખામી આવવા દેતો નથી. એટલે તે દેવમંદિરે જતો હોય કે ઉપાશ્રયે જતો હોય, સંસાર વ્યવહારના કામ માટે જતો હોય કે પરમાર્થના કામ માટે જતા હોય, દેહચિંતા અર્થે જતું હોય કે અન્ય કાર્ય અર્થે જતો હોય, તો પણ તે ઉતાવળે ગમન કરતો નથી,
જૂરિયા-અવqામુ–અર્વારા પૂર્વ ક, ત્વરા–ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્ષ-સર્વસામાન્યથી, તે શું? તે કે- નં-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે. ત્વમેવ વાતેમ જ કૃત્ય પણ,વંદનાદિ કૃત્ય પણુ, grળધાનસમાયુજં-મનના પ્રણિધાનપુર સર, (મનની સાવધાનતા યુક્ત), અપાયાદિદાત્ત –અપાયના પરિહારથકી,-દષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, (દષ્ટિ આદિમાં કાઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દોષના ત્યાગથી ).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org