SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ બહાદષ્ટિ : પ્રgિધાનયુક્ત વંદનાદિ અધ્યાત્મ ક્રિયા (૧૯) ખોટી ધમાલ કરતો નથી, પણ સર્વત્ર શાંતિથી અનાકુલપણે જાય છે, યતનાપૂર્વક જીવહિંસા ન થાય, એમ ધીર-ગંભીર ગતિએ ચાલે છે, ને સાથે વિધિ બરાબર સાચવે છે. જેમકે દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે.....સુવિધિ.”–શ્રી આનંદધનજી સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર ”—શ્રી દેવચંદ્રજી હાય! ભાગી જશે, પેલો લૂંટી જશે ને હું રહી જઈશ. અમુક પહેલી પૂજા કરી લેશે ને હું મોડે પડી પાછળ રહી જઈશ, દર્શન ખુલ્યા છે ને તરત બંધ થઈ જશે, માટે ચાલ દેડતે જઉં. ચાલ ચાલ ! મહારે ફલાણે ઠેકાણે જલદી જવાનું છે, માટે આ ભગવાનની પૂજા જેમ તેમ પતાવી દઉં, આ ભગવાનને જલદી જલદી બે ચાર ચાંદલા કરી પૂજાવિધિ ઝટઝટ આટોપી લઉં, આ ચોખાની ત્રણ ઢગલી મૂકી “લે તારો ભેગ ને મૂક મારે કેડે એમ કરતકને એકદમ રવાના થઈ જાઉં!-ઈત્યાદિ પ્રકારે વ્યક્ત થતી ક્ષુદ્ર વિચારણાવાળી બેટી ઉતાવળ આ મુમુક્ષુ પુરુષને ઉપજતી નથી. તે તે સર્વત્ર હેઠા મને, નીરાંતે, નિરાકુલપણે ગમન કરે છે. અને આમ તેની અત્યંત રવસ્થતા હોવાથી, આ મુમુક્ષુ જેગીજન પ્રત્યેક ક્રિયા ચિત્તના પ્રણિધાનપૂર્વક કરે છે, સાવધાન મનથી કરે છે, એકાગ્રપણે કરે છે. દાખલા તરિકે તે દેવ-ગુરુ આદિનું વંદન કરતો હોય, તો સ્થાન-કાળ વગેરેને પ્રત્યેક ક્રિયામાં કમ બરાબર જાળવે છે, જે ભક્તિસૂત્ર-સ્તવન વગેરે બોલતો હોય તેના સાવધાનપણું શબ્દના અર્થમાં સાવધાન ઉપગ રાખે છે, બસૂરા રાગડા તાણ બીજા ભક્તિ કરનારાઓને સંમોહ-વિક્ષેપ ઉપજાવતો નથી, પણ યોગ્ય રાગમાં બીજાઓને પણ કર્ણપ્રિય મીઠું લાગે એમ, શ્રદ્ધા ને સંવેગ-અત્યંત ભક્તિરાગ સૂચવે એવી રીતે, સૂત્ર-સ્તવનાદિ લલકારે છે. તથા તે ભક્તિકૃત્ય કરતાં તેના ભાવોમાંચ ઉલ્લસે છે, ખરેખરા રૂંવાડા ઉભા થાય છે, તેને શુભાશય વર્ધમાન થતો જાય છે-તેના ભાવપરિણામ ચઢતા જાય છે; પ્રણામ આદિ વિધિ તે બરાબર સાચવે છે. આમ તે ઈષ્ટ દેવગુરુ વંદન આદિ ભક્તિ તન્મયપણે કરે છે. જેમકે– "स्थानकालक्रमोपेतं शब्दार्थानुगतं तथा । अन्यासंमोहजनकं श्रद्धालंवेगसूचकम् ॥ प्रोल्लसद्भावरीमाञ्च वधमानशुभाशयम् । अवनामादिसंशुद्धमिष्टं देवादिवंदनम् ॥ प्रतिक्रमणमप्येवं सति दोषे प्रमादतः । સુતીયાધાપવા ઉદ્ધાર મળવાતિ !”–શ્રી ગબિંદુ, ૩૯૭-૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy