SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદણ કાઈ અગ્નિ સમ બેધ, ત્રીજું માંગ આસન (૨૦૦૯) ૧. દર્શન : કાષ્ઠઅગ્નિ સમ બેધ બલવાળી તે બલા. આ દષ્ટિમાં દર્શન એટલે કે સતશ્રદ્ધાવાળ બોધ પણ આગલી બે દષ્ટિ કરતાં વધારે બળવાન દત હોય છે, કંઈક વિશિષ્ટ પ્રકારના હોય છે, અને તેને કાષ્ઠ અગ્નિકના પ્રકાશની ઉપમા છાજે છે. કાષ્ઠન-લાકડાને અગ્નિ, તૃણ ને છાણાના અગ્નિ કરતાં વધારે પ્રકાશવાળે, વધારે સ્થિતિવાળ ને વધારે વિયવાળો હોય છે. તેમ આ દષ્ટિને બોધ પણ મિત્રો ને તારા દષ્ટિ કરતાં અધિક દઢતાવાળ, અધિક સ્થિતિ વાળ ને અધિક બલ–સામર્થ્યવાળ હોય છે. જેથી કરીને તેના જીવનમાં આચરણરૂપ પ્રયોગ કરતી વેળાએ પટુ-નિપુણ જેવી સ્મૃતિ રહે છે, કારણ કે તેને સંસ્કાર લાંબા વખત ટકે છે, અને તેથી કરીને પ્રજનભૂત પ્રગની એટલે કે અર્થપ્રગની માત્ર પ્રીતિથી કંઇક યત્નનો સંભવ હોય છે. આમ અપેક્ષાએ અત્રે દઢ-બળવાન દર્શન હોય છે. એટલે આગળ કહેલા દષ્ટિ-દર્શન શબ્દના લક્ષણ પ્રમાણે, અહીં પુરુષની ને પુરુષના વચનામૃતજીની-સશાસ્ત્રની બળવત્તર શ્રદ્ધા હોય છે, અને એવી શ્રદ્ધાથી સંયુક્ત બેધ પણ વધારે બળવાળો હોય છે. એટલે આ દષ્ટિવાળે મુમુક્ષુ સપુરુષ સદ્દગુરુને પરમ ભક્ત હોય છે, સતુશાસ્ત્રની આજ્ઞાનો દઢ આરાધક હોય છે. એથી કરીને તે સતશાસ્ત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, અસપ્રવૃત્તિથી વિરામ પામે છે, અને સતપ્રવૃત્તિપદને પાસે ને પાસે ખેંચતા જાય છે. ૨. ત્રીજું ચગાંગ આસન અત્રે ગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે; સુખાસન, સ્થિર આસન હોય છે, આસનની ઢઢતા હોય છે, આગલી બે દષ્ટિમાં યમ, નિયમ એ બે ગાંગની પ્રાપ્તિ પછી સ્વાભાવિક ક્રમે અહીં દઢ આસનની પ્રાપ્તિ હોય છે. કારણ કે જેમ જેમ યમ–નિયમની દઢતા થતી જાય છે, જેમ જેમ યમ-નિયમ આત્મામાં પરિણામ પામતા જાય છે, તેમ તેમ જીવ ગમાર્ગમાં દઢ સુખાસન જમાવતો જાય છે, દઢ બેઠક કરતે જાય છે, સ્થિર થતું જાય છે. અહીં પદ્માસન, પર્યકાસન આદિ બાઢા આસન ઉપરાંત મુખ્યપણે અત્યંતર આસન ની વાત સમજવાની છે. આ જીવ અનાદિ કાળથી પર વસ્તુમાં અધ્યાસ–આસન કરી બેઠો છે, પરવસ્તુને પિતાની માની તે ઉપર ચઢી બેઠો છે ! એવી અનાદિની પરવસ્તુની બેઠક ઉઠાવી લઈ, પોતાના આત્મસ્વરૂપમાં આસન કરવું–બેઠક લેવી તે પરમાર્થથી સુખાસન છે. તેની સાથે મનની ને શરીરની ચપળતા દૂર કરવા માટે બાહા દઢ આસનની સાધના પણ સહકારીપણે-આલંબનપણે ઉપકારી થાય છે, કારણ કે જીવ એક સ્થળે સ્થિર થઈને બેસે તે તેને મનેઅચપળ થાય છે, ને તેને ધર્મધ્યાનની અનુકૂળતા મળે છે. આસન ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy