________________
(૨૦૪)
યોગદષ્ટિસમુચ્ચય પામતાં મહામતિવાળા મહાજનો પણ થાકી જાય છે ત્યાં હારા જેવા પામરનું શું ગજું?
હારી ચાંચ તેમાં કેમ મૂડી શકે ? “અનંત ગમ, પર્યાય, અર્થ, હેતુ, નય, ને શબ્દરૂપ રત્નોથી ધનાઢ્ય-સમૃદ્ધ એવા સર્વજ્ઞ શાસન-પુરમાં પ્રવેશવું અબહુશ્રુતને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિx વિભવથી પરિહીન એવો હું કે જે પોતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તો વેરાઈ ગયેલા દાણાના કણ વિણવા ઈચ્છતા રંક ભીખારી જે છું ! ત્રિપદીમાત્રના ગ્રહણથી જેને દ્વાદશાંગીનું જ્ઞાન થતું હતું, એવા પૂર્વ પુરુષસિંહોને અનંત સાગર જેવો, જ્ઞાનાતિશય જ્યારે સાંભળીએ છીએ ત્યારે બિન્દુ જેવા પણ નહિં એવા જ્ઞાનથી “આગમધર-શ્રતધર” કહેવાતા વર્તમાનકાળના પુરુષોને પણ મદને અવકાશ નથી, તે હારા જેવા મંદમતિનું તે તેમાં સ્થાન જ કયાં છે ? “સ જેમાં અમલ જલ છે અર્થગંભીર મીઠ,
સિદ્ધાન્તના પ્રબળ ઉછળે જ્યાં તરંગો ગરીઠા, યુક્તિરૂપી સરસ સરિતા સંગમસ્થાન યત્ર,
ચારૂ એ શ્રુતજલનિધિ વર્ણવા કણ શક્ત? ધીમેતેની પણ અતિગતિ તાગ જેને ન લાવે,
બુદ્ધિ જેમાં બુધ જન તણી કયાંય નિરુદ્ધ થા, દેખીને જ્યાં ગુણ ગણમણિ ચિત્ત થાયે પ્રસા,
ચારૂ એ શ્રુત જલનિધિ વર્ણવા કેણ શક્ત?”—મનંદન (ડો. ભગવાનદાસ) આમ હારી અલ્પમતિ અપાર શાસ્ત્રસમુદ્રને પાર પામી શકે એમ નથી, માટે અત્રે તે સંતજનેને સંમત એવા શિષ્ટ પુરુષ જ મહારે પ્રમાણ કરવા યોગ્ય છે, તેઓએ જેમ કહ્યું છે તેમ જ તહેવા ગ્ય છે, તેઓએ જે આચર્યું છે તે જ યથાશક્તિ સામાન્ય પણે મહારે આચરવા યોગ્ય છે, મહારે મન તે તેઓનું વચન જ મનનીય ને માનનીય છે માટે મહારે હારું જૂઠું ડફાણદોઢડહાપણ કરવા યોગ્ય નથી. “મહાકનો ન જત: a :–મહાજન જે માગે ગયા તે માર્ગને અનુસરવું એ જ મહારું કર્તવ્ય છે, અને એમ ભાવથી કરીશ તો સુયશની પ્રાપ્તિ મને અવશ્ય થશે.* * “વાઘનતામપર્ધાતુનરાતનાટ્યમ્ |
सर्वशशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ॥ पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् ।
યુવા સાંગતપુરવાર કર્થ સ્વયુદ્ધથા મહું ચાનિત ”—શ્રી ઉમાસ્વાતિવાચકપ્રણીત પ્રશમરતિ * “તરમત રાā પ્રમા તે, લાવાર્થ ચરિત..
શાશ્વ શાસ્ત્રવિધાનોરું જ કર્તાિદ્ધતિ ”-ગીતા-અ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org