________________
૧૨
કહે, પણ તત્વથી તે વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. તેમ અનંત ગુણનિધાન આ નિર્વાણસંજ્ઞિત પદને તેના ગમે તે ગુણવાચક ગુણનિષ્પન્ન નામથી ઓળખવામાં આવે તો પણ તત્વથી–પરમાર્થથી તેમાં ભેદ પડતો નથી.
“શબ્દભેદ ઝઘડે કિજી ? જે પરમારથ એક
કહો ગંગા કહા સુરનદીજી, વરતુ ફિરે નહિં છેક”—શ્રી યશોવિજયજી. તાત્પર્ય કે સંસારથી પર અને જેનાથી પર કોઈ નથી એવા આ “પરંતત્વ' સાથે જે-જેડે તે યોગ એમ તેની સર્વદર્શનસંમત સર્વમાન્ય અવિસંવાદી વ્યાખ્યા છે. અને આનો ફલિતાર્થ એ છે કે આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે-સહજાન્મસ્વરૂપ સાથે મુંજન થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. “ઇએ છે જે જોગીજન'—જોગીજનો જે ઝંખે છે, એવું આ “અનંત સુખ સ્વરૂપ” “મૂળ શુદ્ધ તે આત્મપદ” પમાડવું
એ જ આ વેગનું એક માત્ર પ્રયોજન છે. અને આવા શુદ્ધ આત્મસ્વરૂપ જિનપદની અને નિજ પદની એકતા છે, એમાં કાંઈ પણ ભેદભાવ નથી, એને લક્ષ થવાને જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે.
આમ મોક્ષરૂપ પરમ શાંતિ પામવાને માર્ગ એ જ યંગ છે, અને મોક્ષ એ જ સર્વ દશાનું એક નિશ્ચિત સાથ–પેય (Goal ) છે, એટલે તેના સત સાધનરૂપ આ
યેગમાર્ગ પણ એક જ છે, અને તે તે શમપરાયણ-શમનિષ્ઠ એ મુમુક્ષઓને એક શાંતિ માર્ગ જ છે. આ શમ એટલે નિષ્કષાય આત્મપરિણુતિ, એક જ શમનિષ્ઠ રાગદ્વેષ રહિત પણું, સમભાવ. શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે શાંતિમાર્ગ તેમ “મેહ-ક્ષોભ રહિત જે આત્માને પરિણામ તે સમ કહેવાય છે.'
અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત આત્મગુણની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે, અને ‘વસ્થતદાવો ઘમ' વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને તે જ રાત્તિ” સ્વરૂપમાં ચરવું–આત્મસ્વરૂપમાં વર્ણવું તે ચારિત્ર છે. આમ ચારિત્ર=ધર્મ=સામ=સમકશમ એ શબ્દો સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ-વિભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે, અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિમાર્ગ છે. મહાગીતાર્થ ગીશ્વર આનંદઘનજીએ આ શાંતિમાર્ગનું અનુપમ સ્વરૂપ સંગીત કર્યું છે. જેમકે –
“ આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે
અવર સવિ સાથે સંયોગથી, એ નિજ પરિકર સાર રે..શાંતિ જિન” તે પરં તત્વ પ્રત્યે જવા ઇચ્છનારા સર્વે મુમુક્ષુઓ તે જ એક શાંતિમાને પામવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org