________________
શું ? તેનું સ્વરૂપ જાણવું જોઈએ; આ હાન છે. અને ચોથું રેગનું ઓષધ (Therapeutic treatment ) શું? એ જાણવું જોઈએ, આ હાન હેતુ છે. તેમ અત્રે (૧) અજીવ કર્મ અને તજજન્ય સંસાર એ રોગ છે, માટે હેય છે. (૨) હેય એવા આ કર્મ– રોગના હેતુ આશ્રવ અને બંધ છે, આ હેય હેતુ છે. (૩) આ કર્મ રોગના હાન હેતુમટાડવાના ઉપાય સંવર અને નિર્જરા છે. (૪) અને કર્મ રોગનું હાન-મટી જવું તે મોક્ષ અર્થાત આત્માનું આરોગ્ય છે. આવા પ્રકારે જીવના આ મહાભવરોગની અમેઘ ચિકિત્સા ભવ્યાધિના ભિષવર ભગવાન વીતરાગોએ બતાવી છે, અને આવા જગતતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક્ર”નું પ્રવર્તન કરીને પિતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે.
“કારણુજગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય,
આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય.પપ્રભ૦ ” શ્રી આનંદધનજી. આમ સંસાર એ જ આત્માનો મોટામાં મોટે રોગ છે અને તેનું કારણ કર્મ છે, એટલે કર્મ પરતંગ્ય એ જ ભવરોગ દુઃખનું મૂળ છે. આ કમપારર્તવ્યથી-કર્મબંધથી છૂટવું–મુક્ત થવું એ જ આત્મસ્વાતંત્ર્યરૂપ પરમ સુખમય આરોગ્ય છે, અર્થાત આત્માની શુદ્ધ સ્વભાવરૂપ “વસ્થ’ આરોગ્ય અવસ્થા એ જ સુખધામ મોક્ષ છે.
૨. વેગની મુખ્ય વ્યાખ્યા અને મોક્ષમાર્ગની એકતા
“ઈએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ;
લક્ષ થવાને તેહને, કહાં શાસ્ત્ર સુખદાયિ.” શ્રીમદ્ રાજચંદ્ર, અને આત્માની આવી આ શુદ્ધ સવભાવમય “સ્વસ્થ ” આરોગ્ય અવસ્થારૂપ મોક્ષનો યુગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ “ગ”. મેંગ શબ્દ “યુજ ધાતુ પરથી નિકળે છે. યુજ એટલે જવું.જોડવું (To unite ). મોક્ષ સાથે જન–જોડાણ કરાવે છે તેટલા માટે તે “ગ” કહેવાય છે. “મોળ ચોકનાદ્રોડા: ' એમ તેની મુખ્ય વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે કરીને આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિવણ પદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરંતત્વ ભલે ગમે તે નામે ઓળખાતું હાય-કઈ તેને શિવપદ કહે કે કઈ જિનપદ કહે, કેઈ બુદ્ધ પદ કહે કે કોઈ સિદ્ધપદ કહે, કઈ અર્હત્ કહે કે કોઈ પરબ્રહ્મ કહે, કોઈ પરમેષ્ઠિ પદ કહે કે કઈ પરમાત્મપદ કહે, કોઈ તથાતા કહે કે કોઈ સિદ્ધાત્મા કહે -પણ શબ્દભેદ છતાં પરમાર્થથી તેના સહજાન્મસ્વરૂપમાં– સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપ પદમાં ભેદ પડતું નથી. એક જ ગંગા નદી છે, તેને કઈ ભાગીરથી કહે, કઈ સુરનદી કહે, કઈ ત્રિપથગા કહે, કઈ મંદાકિની કહે, કોઈ જાહ્નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org