SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) ત્રિભુવન મળે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો તે અનેક વાર કર્યા છે, ભુવનોદરમાં વર્તતા સર્વ પુદ્ગલ ફરી ફરી ગ્રસ્યા છે ને મૂકયા છે,–જગની એઠ તે વારંવાર હસે હસે ખાધી છે, તે પણ તું તૃપ્તિ પામ્યું નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તેં ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણાને છેદ થયા નથી ! માટે હે જીવ! હવે તે તું વિરામ પામ! વિરામ પામ ! “જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભેગ હો મિત્ત.”—શ્રી દેવચંદ્રજી આમ દુઃખમય સંસારસ્વરૂપ ભાવતાં તેના અંતમાં વૈરાગ્યનો રંગ લાગે છે, એટલે તે ચિંતવે છે કે આ દુઃખદ સંસારનો કયા કારણથી, કેવી રીતે ઉછેદ થાય? હું આ ભવભયથી ઉભગ્ય છું. આ દુ:ખપ્રચુર અધ્રુવ અશાશ્વત સંસારમાં હું એવી શું કારણ કરૂં? કે જેથી કરીને હું દુર્ગતિ પ્રતિ ન જઉં. “ભવભયથી હું ઉભ, હવે ભવ પાર ઉતાર હે ”—(યશવિજ્યજી) વળી તે મુમુક્ષુ સપુરુષની, સંત મુનિજનની વિવિધ પ્રકારની સપ્રવૃત્તિ જોઈને દિંગ થઈ જાય છે. તેઓની પરમ અદ્ભુત ભક્તિ, પરમ અદ્દભુત આત્મશક્તિ, પરમ વિશુદ્ધ નિર્મલ તપશ્ચર્યા, પરમ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન, પરમ પ્રશાંત ગંભીર વાધારા, સંતોનું ચિત્ર પરમ જ્ઞાનસંપન્ન શુદ્ધ ક્રિયાકલાપ, અને મેરુ જેવા મહાન સંયમભારનું ચરિત્ર! લીલાથી ધારણ, એ વગેરે તે સાધુપુરુષની સતપ્રવૃત્તિ નિહાળી તે તે આશ્ચર્યમાં લીન થઈ જાય છે, અને ચિંતવે છે કે આ આત્મારામ બ્રહ્મનિષ્ઠ મહાત્માઓનું સમસ્ત ચિત્ર ચરિત્ર કેમ જાણી શકાય ? કારણ કે આ સત્પનું ચરિત્ર ચિંતવવામાં આવે તો કવચિત્ કરુણ-કમળતા દેખાય છે, કવચિત્ તીક્ષણતા દેખાય છે, કવચિત ઉદાસીનતા દેખાય છે ! આમ પરસ્પર વિરોધાભાસી ગુણોનું એઓમાં દર્શન થાય છે! કારણ કે આ મહાજને સર્વ જીવોનું હિત કરવાવાળી કરુણા ધરાવે છે, કર્મનું વિદારણ કરવામાં તીક્ષણતા રાખે છે, અને ગ્રહણ-ત્યાગ પરિણામ વિનાની છા-સાક્ષીભાવરૂપ ઉદાસીનતા દાખવે છે! વળી એઓ યેગી પણ છે ને ભાગી પણ છે! વક્તા પણ છે ને મૌનધારી પણ છે. ત્રિભુવનના પ્રભુ પણ છે ને નિગ્રંથ પણ છે! આમ વિવિધ x “भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तोसि तिवदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयणसलिलं सयलं पीयं तिहाइ पीडिएण तुमे । તો વિ જ તો કામ વિતરું મવમgF ઈત્યાદિ– ( જુઓ) શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી ભાવપ્રાભૂત. “મધુ ચરાવથમ સંલifમ ટુવા રાખો કિં નામ સુરતમાં જાદું સુવાડું ન થા – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy