________________
૧૬
હાખિ : ભ માને અખાણી-સતું વિષ થરિય
(૧૦૧) ત્રિવિધ તાપથી નિરંતર બળી રહ્યો છે, એમ તે પ્રત્યક્ષ દેખે છે; આ ભયાકુલ સંસાર સંસારમાં સર્વત્ર ભય ભય ને ભય જ વ્યાપી રહેલ છે, એમ તેને
જણાય છે. તે જુએ છે તે “ભેગમાં... રોગનો ભય છે, કુલને પડવાનો ભય છે, લહમીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાને ભય છે, બલમાં શત્રુને ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદને ભય છે, ગુણમાં ખલનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ તેને ભયવાળી દેખાય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, એવું તેને પ્રતીત થાય છે. આમ આ સંસાર ભયાકુલ હાઈ કેવલ દુઃખરૂપ જ છે, સંસારમાં જે જે સુખસાધન મનાય છે તે પણ બધાય પરમાર્થથી સુખાભાસરૂપ હાઈ દુઃખરૂપ જ છે, ઇંદ્ર-ચક્રવતી આદિની પદવી પણ દુખરૂપ જ છે, એમ તેના આત્મામાં નિશ્ચય થાય છે. કારણ કે
પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળે, આજીવિકાના ભયવાળ, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની ...ના ભયવાળો, નહિં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્ર-પુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહિં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળ, ઓછી દ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે.”
શ્રીમદ્ રાજચંદ્ર એટલે તે મુમુક્ષુ પુરુષ ભાવે છે કે-હે જીવ! આ ભયરૂપ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તે અનંત દુઃખ પામે છે. ભીષણ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને
કુમનુષ્ય ગતિમાં તું તીવ્ર દુઃખને પ્રાપ્ત થયા છે, દારુણ અસદા દુઃખ વૈરાગ્યભાવના તેં ચિરકાળ સહ્યા છે, શારીરિક માનસિક દુઃખ તે વારંવાર અનુભવ્યા
છે. હે જીવ! અશુચિ બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભાવાસમાં તું ચિરકાળ વસ્યા છે. સમુદ્રના પાણ કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યો છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાર્યા છે. મેરુપર્વત કરતાં પણ વધારે તારા કેશ-નખ વગેરે કપાયા છે. હે જીવ! આ
x “भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं;
माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, સંઈ વસ્તુ મથાન્વિતં મુવિ કૃri જૈrણવામામ્ II” –શ્રી ભહરી
(અર્થ માટે જુઓ-શ્રીમદ રાજચંદ્રકૃત ભાવનાબેધ). “ऐहिकं यत्सुखं नाम सर्व वैषयिकं स्मृतम् । न तत्सुखं सुखाभासं किन्तु दुःखमसंशयम् ॥"
– શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી પંચાધ્યાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org