SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૮) યોગદક્ટિસમુચય સાધી હશે? આવી અપૂર્વ આત્મસામર્થ્યવાળી પરમ ધન્ય સક્રિયા તેઓ શી રીતે કરી શકતા હશે ? “ધન્ય ધન્ય નર તેહ, પ્રભુપદ વંદી હો જે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ મેંગે નિજ સાધકપણે.”–શ્રી દેવચંદ્રજી ધન્ય તે મુનિવર છે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા ના.ધન્ય ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા...ધન્ય જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય”–સા. 2. ગ. સ્ત. ઇત્યાદિ પ્રકારે તે આત્મારામ મહાત્માઓની પરમ ધન્યતા તે ભાવે છે, અને ગુણીજન પ્રત્યેના પ્રશરત રાગથી ચિંતવે છે કે–આ મહાનુભાવોની આવી આશ્ચર્યકારક આત્મસ્થિતિ કેમ પ્રગટી હશે? આ જાણવાની તેને તીવ્ર ઈચ્છા-જિજ્ઞાસા ઉપજે છે. અને આ મુમુક્ષુ જોગીજનને આવી સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલું જ નહિં, પણ તે મહાત્માઓ જેવી જ પોતાની વંદનાદિ ક્રિયામાં પિતાની હીનતા દેખી, તેને પોતાના પ્રત્યે મનમાં અત્યંત ત્રાસ છૂટે છે, પિતાના આત્મા પ્રત્યે જુગુપ્સાપિતા પ્રત્યે ઘણા વૃણા ઉપજે છે કે-અરે ! હું તે કેવો અધન્ય કે આ મહાજન જેવી ઉત્તમ ધર્મક્રિયા કરી શકતું નથી ! ખરેખર! “હું તો દોષ અનં. તનું ભાન છું'; અને મહારામાં ગુણ તો એકકે દેખાતો નથી; કારણ કે મહારામાં આ મહાત્માઓ જે નથી શુદ્ધ ભાવ કે નથી પ્રભુ સ્વરૂપભાવ, નથી લઘુતા કે દીનતા, નથી ગુરુ આજ્ઞા આરાધકતા કે નથી નિશ્ચલતા, નથી પ્રભુને દઢ વિશ્વાસ કે નથી પરમાદર, નથી સત્સંગને જોગ કે નથી સસેવા જેગ, નથી કેવળ આત્માપણુતા કે નથી દઢઆશ્રયભાવ, નથી “હું પામર શું કરી શકું ?” એવો વિવેક કે નથી પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ, નથી પ્રભુવિરહને તાપ કે નથી પરમ દુર્લભ એવી પ્રભુકથાનો પરિતાપ, નથી ભક્તિમાર્ગમાં પ્રવેશ કે નથી ભજનનું દઢ ભાન, નથી નિજ ધર્મની સમજણ કે નથી શુભ દેશે સ્થિતિ, નથી સેવાને પ્રતિકૂળ બંધનનો ત્યાગ નથી દેહદમન-ઇંદ્રિયદમન, નથી પ્રભુવિયેગની ખુરણ કે નથી વચન-આગમ જ્ઞાન, નથી દિવ્ય નયનની પ્રાપ્તિ કે નથી યમ-નિયમાદિ, નથી ઉદાસીનતા કે નથી નિરભિમાનપણું, નથી સ્વધર્મ સંચય કે નથી પરધર્મનિવૃત્તિ. આમ અનંત પ્રકારથી હું સાધન રહિત છું. મહારામાં એક પણ સદગુણ નથી. હું મોટું શું બતાવું? સકળ જગતમાં હું જ અધમાધમ ને અધિકમાં અધિક પતિત છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy