________________
તારાદષ્ટિ : અધિક ગુણ પ્રત્યે તીવ જિજ્ઞાસા
(૧૭)
અધિકના આધક કૃત્યમાં, સલાલસા જિજ્ઞાસ;
તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સંત્રાસ. ૪૬ અર્થ –ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હોય, અને તુલ્ય એવા પિતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાને સંત્રાસ હાય.
વિવેચન વળી આ દષ્ટિમાં વર્તતે મુમુક્ષુ પિતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશાવાળા એવા આચાર્યાદિની પિતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે
અહો ! આ મહાજનોની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ જિજ્ઞાસા: કોટિની શી રીતે હેતી હશે? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર દશાભેદ અભિલાષાવાળી ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે, કારણ કે એમના સ્થાન
અસંખ્ય છે, અને મોહકર્મની તરતમતાના કારણે, ન્યૂનાધિતાના કારણે, ઓછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસંખ્ય ભેદ પડે છે. આમ ક્ષપશમની ભિન્નતાના કારણે, કેટલાક જો પોતાનાથી હીન -ઉતરતી પંક્તિના હોય, કેટલાક પોતાની સમાન પંક્તિના હોય, ને કેટલાક પોતાનાથી ચઢીયાતી પંક્તિના હોય. આમ સન્માર્ગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા જીવોની દશાના ભેદ હોય છે. એટલે તેઓની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હોય છે.
તેમાં આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી જ્યારે પોતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પિતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને, ભાવ
ઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કોઈ મુમુક્ષુને ભાળે છે, સાનંદાશ્ચર્ય ત્યારે તે વિસમયમાં પડી જાય છે. જ્યારે તે તેઓનું પોતાના કરતાં ધન્ય ! ધન્ય! વધારે વિશુદ્ધિવાળું ધર્મધ્યાન જુએ છે, જ્યારે પિતાના કરતાં વધારે
- બળવાળે દઢ ધર્મરંગ નીરખે છે, જ્યારે પોતાના કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવંતની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પિતાના કરતાં વધારે આત્મવિશ્વાસ વાળી તપ-સ્વાધ્યાય-પ્રતિક્રમણ-વંદનાદિ સતક્રિયા નીહાળે છે, જ્યારે પિતાના કરતાં અધિક વિકાસ પામેલા તેઓના અહિંસા-સત્ય આદિ સાક્ષાત દેખે છે, અને જયારે પિતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેના સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે, ત્યારે આ ગઠષ્ટિવાળો યેગી સાનંદાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે-અહો ! આ મહાત્માઓનું ધર્મધ્યાન ! અહે ભાવભક્તિ! અહા ધર્મરંગ! અહી તપ-સ્વાધ્યાય ! અહા અહિંસા--સત્ય ! અહે દર્શન-જ્ઞાન-ચારિત્ર! આહ એમની બ્રાહ્મી સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્દભુત બ્રાનિક મહાત્માઓ આવી અદ્દભુત આત્મદશા કેમ પામ્યા હશે? આવી આશ્ચર્યકારક આત્મસાધના એમણે કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org