________________
યોગદષ્ટિસમુચ્ચય
“ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત
મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી “શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જંજાલ રે;
તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિકી શાલ રે શાંતિ–શ્રી આનંદઘનજી
અને આમ આ મુમુક્ષુ પુરુષ જેમ ઉચિત કર્તવ્ય કરવા ચકતું નથી, તેમ તે અનુચિત ક્રિયા પણ કરતા નથી. તે જાણી બૂઝીને સૂકમમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી,
તો મોટા સ્થળ જીવને તે કેમ જ હણે? અજાણતાં પણ ઠાઈ જીવને અનુચિત તે દૂભવવા ઈચ્છતા નથી, તો જાણીને તે કેઈની લાગણ પણું કેમ અકર્તવ્ય દૂભવે? તે સ્વમમાં પણ ખોટું બોલવા ઈચ્છતો નથી, તે જાણું બૂઝીને
પ્રતિજ્ઞાભંગ કેમ કરે? અન્યાયથી અપ્રમાણિકપણે ધન કમાઈને પાપને ગાંસડો કોના માટે બાંધી જ છે, એવો જે વિચાર કરે છે, તેને પરદ્રવ્યની ચેરી કરવાની ઈચ્છા પણ કેમ થાય ? વ્યભિચાર આદિથી ઉપજતા ધનહાનિ, માનહાનિ, રગાપિત્ત વગેરે દેશ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે પરસ્ત્રો પ્રત્યે આડી આંખે જુએ પણ કેમ? આરંભ પરિગ્રહની પ્રપંચનાલમાંથી જેમ બને તેમ જે જલદી છૂટવા ઈચ્છતો હોય, તે એને લાંબે પથારે શું કામ પાથરે ?
આમ જેને સંસારને ઝાઝો ભય હવે રહ્યો નથી, એ આ મુમુક્ષુ પુરુષ ઉચિત કૃત્ય કરે છે, ને અનુચિત કરતા નથી, કારણ કે તે એ સરળ પરિણમી હોય છે, કે તે સેનાની પેઠે જેમ વાળીએ તેમ વળે છે. અનુચિત તેહ ન આચરે મન વાળે વળે જિમ હેમ રે મન”—શ્રી યોગ સજઝાય ૨-૩ એમ–
कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता ।
तुल्ये निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥ ४६॥ કૃત્તિ - -ફયમાં, ધ્યાન આદિ કૃયમાં, અધિ-અધિકમાં,-પિતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા કયમાં,-ધિરાતિ-અધિકગત એટલે આચાર્ય આદિ અધિક-ચઢીયાતા ( ગુણવંતમાં ) વર્તતા, એવા કૃત્યમાં, નિશાશા-આની જિજ્ઞાસા, આ આમ કેમ એવી જાણવાની ઇચ્છા હોય છે; ઢાક્ષાવિતા-લાલસા સહિત, એટલે કે અભિલાષના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા. (પિતાનાથી ચઢીયાતી દશાવાળાની ચઢીયાતી ક્રિયા દેખી, આ આમ કેમ હશે તે જાણવાની તીવ્ર ઈચ્છા ), શેવંદનાદિ તુલ્ય-સરખા કૃત્યમાં, નિજે -પિતાના જ, વિ -વિકલ, કાયોત્સર્ગકરણ વગેરેવડે વિકલખામીવાળા, સંત્રાણ-સંત્રાસ આત્મામાં હોય છે. હું હાનિનો વિરોધક છું એમ આમામાં અત્યંત ત્રાસ છૂટે છે. પતિત –ષ રહિત-અધક પ્રત્યે દ્વેષ રહિત એ સંત્રાસ-પ્રસ્તુત દષ્ટિના સામર્થ્યને લીધે. (બની એક સરખી ક્રિયા છતાં, પોતાની ક્રિયા ખામીવાળી દેખી, પોતાના આત્મામાં ત્રાસ છૂટે છે, અને તેમાં અધિક ગુણવંત પ્રત્યે દ્વેષ હેત નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org