________________
તાશદષ્ટિ: “ધીંગ ધણી માથે કિ ” ઉચિત કર્તવ્ય
(૧૯૫) હજુ મને છળી રહ્યા છે, ને હું પર પરિણતિમાં અબૂઝપણે ભળી રહ્યો છું, પણ હવે તમારા જેવો સાહેબ મને મળે છે, એટલે એ મહાર ભવભય પણ ટળે છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ! તમારું તત્ત્વ-રસાયન મેં પીધું છે, ભક્તિથી મેં તમને મહારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે મહારો ભવરૂપ ભાવરોગ મટી ગયે છે, એમ મને લાગે છે. હે પ્રભુ! આપનું દર્શન થતાં હારા દુઃખ-દોર્ભાગ્ય દૂર થયા છે, અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જેવો “ધીંગે ધણી” મેં “માથે કર્યો છે, તો પછી હા વાળ પણ કેણુ વાંકે કરી શકે એમ છે ? “દુઃખ દેહગ દરે કન્યા રે, સુખ સંપદ શું ભેટ ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર પેટ...વિમલજિન!”—શ્રી આનંદઘનજી જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જે,
તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે.” યદ્યપિ હું મહાદિકે છલિયે, પરંપરિણતિ શું ભળિયા રે......પ્રભુત્વ
પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભાવભય સવિ ટળિયો રે...પ્રભુ પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયન પાયે રે..પ્રભુ અંતરજામી!
પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાય, ભાવગ મિટ જાયે રે....પ્રભુ”—શ્રી દેવચંદ્રજી આમ અશુભમાંથી નિવૃત્તિથી અને શુભમાં પ્રવૃત્તિથી આ મુમુક્ષુ પુરુષ નિર્ભયનીડર હોય છે.
અને તેને ઉચિત કૃત્યમાં હાનિ હોતી નથી, કરવા યોગ્ય એવા ઉચિત ધર્મકર્તવ્યમાં તે કાંઈ ખામી આવવા દેતો નથી; કારણ કે તે જિનચરણની ઉપાસના અતિશય ભક્તિ
પૂર્વક કરે છે, મુનિજનની સંગતિ પ્રત્યે અત્યંત પ્રીતિ રાખે છે, યથાઉચિત કર્તવ્ય શક્તિ સંયમનું પાલન કરે છે, દાન દે છે, શીલ-સદાચાર સેવે છે,
તપ આચરે છે, શુભ ભાવના ભાવે છે, અને તેમાં કંઈ ખામી-ઊણપ આવવા દેતો નથી. તે સર્વ જગજજંતુને પોતાના મિત્ર માનતો હોઈ, જેમ બને તેમ મન-વચન-કાયાથી અહિંસક રહેવાનો પ્રયત્ન કરે છે, હિત મિત ને પ્રીત એવું સત્ય વચન બોલે છે, પ્રમાણિક અને ન્યાયપ્રિય રહી પરદ્રવ્ય હરવાની કે ચોરવાની ઈચ્છાથી પણ દૂર રહે છે, પરસ્ત્રી પ્રત્યે મા–બહેનની દષ્ટિ રાખી સ્વદારાસતેષી થાય છે, અથવા સર્વથા બ્રહાચર્ય ધારણ કરે છે; જેમ બને તેમ આરંભ–પરિગ્રહનું સંક્ષેપણું કરે છે, પરિગ્રહનું પરિમાણ-મર્યાદા ઠરાવે છે. તે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મનું આલંબન લે છે; બાકી બીજી બધી જ જાલ છોડી છે. તે સર્વ તામસી વૃત્તિઓને ત્યજી દઈ, સાવિકી વૃત્તિઓને ભજે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,-ઈત્યાદિ સાત્વિક વૃત્તિઓ આ મુમુક્ષુના ઘટમાં સદાય સુજાત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org