SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા તુચ્છ નમાલા ઉપદ્ર-કનડગતો એને કેમ બાધા કરી શકે? જ્યાં નદીના પ્રબળ પ્રવાહપૂરમાં હાથીને હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શો ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનનું સંમતપણું હોય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને શિરસાવંઘ ગણે છે—માથે ચઢાવે છે. શિષ્ટ એટલે પરમ સંસ્કારી સુશિક્ષિત પંડિતજન, સંસ્કારસ્વામી, સાધુજનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સભ્યપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દઢપણે લાગ્યા છે, જે વાતવના વિવેકમાં નિપુણ હોઈ પંડિત” કહેવાય છે, અને તેથી કરીને જ સંતજનેને સંમત છે-માન્ય છે, એવા સપુરુષે “શિષ્ટ' કહેવાય છે. એવા શિષ્ટજનને આ દષ્ટિવાળ યોગી પરમ માનનીય માને છે. તથા— भयं नातीव भवज कृत्यहानिन चोचिते । तथानाभोगतोऽप्युच्चैनै चाप्यनुचितक्रिया ॥ ४५ ॥ ભવભય ના અતિ-ઉચિતમાં, કૃત્યહાનિ પણ ને; અજાણતા પણ હાય ના, ક્રિયા અનુચિત કેય. ૪૫ અર્થ –આ દષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હોય નહિં, ઉચિતમાં કૃત્ય હાનિ હોય નહિં, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સર્વથા હાય નહિં. વિવેચન આવા આ દષ્ટિવાળા ગીને ભવભય અત્યંત હોતો નથી, સંસારનો ઝાઝો ડર રહેતું નથી; કારણ કે અશુભ કાર્યમાં તેની પ્રવૃત્તિ હોતી નથી, એટલે તે નિર્ભય રહે છે. જે ખોટું કે ખરાબ કામ કરતો હોય, જે અશુભ આચરણ કરતે હોય, જે દુર પાપી હોય, ભયભય તેને જ ડરવાપણું હોય, એમ બાલક સુદ્ધાં સર્વ કઈ જાણે છે. વળી આ રહિતપણું આત્માથી પુરુષ તે પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે જ છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણ ગ્રહી ભાવે છે કે-હે ભગવાન્ ! હે પરમકૃપાળુ દેવ ! હું તો અનંત દોષનું ભાજન છું, છતાં પણ આપના અવલંબનથી મેં આ અપાર ભવસાગરને ગોપદ જે કરી દીધો છે. જો કે હાદિ શત્રુ કૃત્તિ-ન્મજં નાત મi–ભવજન્ય–સંસારજન્ય અત્યંત ભય હેત નથી-, તથા પ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે. (અશુભ પ્રવૃત્તિ કરે નહિં, તેથી સંસારને ડર પણ લાગે નહિં) - દાનિ રોજિતે-અને સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ ન હય, ધર્મ આદરને લીધે. તથાજામૌલતો શુ-તેમ જ અનાભેગથી પણ, -અજાણતાં પણ અત્યંત પણે, ન જાણનુતિક્રિયા-સર્વત્ર જ અનુચિત ક્રિયા પણ ન હોય. (અજાણતાં પણું અનુચિત ક્રિયા કરે નહિં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy