SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તારાષ્ટિ : સંતસેવાથી અન્ય લાભ કળ અર્થ:–અને એ ઉપચાર એને બીજા લાભારૂપ ફલ આપનાર અને શ્રદ્ધાથી યુક્ત એ હિતેાદયરૂપ હોય છે. અને તેમાં શુદ્ધ ઉપદ્રની હાનિ તથા શિણજનેનું સંમતપણુંમાન્યપણું હોય છે. વિવેચન ઉપરમાં જે ઉપચાર અથવા સેવાધર્મ કહ્યો તે વળી કે વિશિષ્ટ હોય છે, કેવા વિશેષ ગુણવાળો હોય છે, તે અહીં કહ્યું છે. તેવા પ્રકારે સતપુરુષની સાચા ભાવથી સેવા ભક્તિ કરનારને બીજા લાભ૩૫ ફળ પણ મળે છે. કારણ કે તે સેવાગમહિમાં ભક્તિથી પુણોદયની પ્રાપ્તિ હોય છે, અને તેના વિપાકથી સુર પતિ-નર પતિ સંપદા વગેરે અન્ય લાભરૂપ ફળ સાંપડે છે. જેમ જારની પાછળ સાંઠા તો હોય જ, જેમ ફળ પહેલાં ફૂલની પ્રાપ્તિ હોય છે, તેમ સસેવાના ગવૃદ્ધિરૂપ ફલની સાથે સાથે ઇંદ્ર-ચક્રવતી પદ આદિ આનુષંગિક ફળરૂપ પુણ્યપરિપાકની પ્રાપ્તિ હોય છે. કારણ કે “યોગ છે તે ઉત્તમ કલ્પવૃક્ષ છે, પરમ ચિંતામણિરતન છે, સર્વ ધમમાં પ્રધાન છે, સિદ્ધિનો સ્વયંગ્રહ છે.” તેનાથી શું શું ફલ પ્રાપ્ત ન થાય? આમ ક૯પવૃક્ષની જેમ વાંચ્છિત લાભ આપનારો આ સંતાન પ્રત્યેનો સેવાધર્મ શ્રદ્ધાથી યુક્ત હોય છે. કારણ કે શુદ્ધ શ્રદ્ધા વિનાને વિનોપચાર શા કામનો ? માટે આ મુમુક્ષુ તો શ્રદ્ધાથી સતપુરુષોની સેવા કરે છે. અને આવો આ શ્રદ્ધાયુક્ત હોય છે, તેથી કરીને આ મુમુક્ષુ જોગીજનને હિતને ઉદય થાય છે. એટલે તે આત્મહિતના-આત્મકલ્યાણના કાર્યમાં પ્રવે છે, ને તેમાં તેની ચઢતી કળા થતી જાય છે. જેમ ઉદય પામતો સૂર્ય ઉત્તરોત્તર વધારે પ્રકાશમાન થતો જ ય છે, જેમ શુકલપક્ષનો ચંદ્ર દિન-પ્રતિદિન ચઢતી કળાને પામતો જાય છે, તેમ આ આત્માથી પુરુષને ઉત્તરોત્તર વધારે ને વધારે બળવાન આત્મહિતની પ્રાપ્તિ થતી જાય છે, હિતપરંપરાથી હિતને અનુબંધ થયા કરે છે. શુલ બીજ શશિ રેહ, તેહ પૂરણ હવે હો લાલ.”– શ્રી દેવચંદ્રજી એથી કરીને જ એને શુદ્ર ઉપદ્રવની હાનિ થાય છે. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે નાના નાના છ ઉપદ્રવો આ જીવને હેરાન કરતા નથી, કનડતા નથી. મેટા ભવરૂપ ઉપદ્રવને નાશ થવાની જ્યાં પૂર્વ તૈયારી ચાલી રહી છે, ત્યાં પછી આ મગતરા * “જો હપતા: શ્રેષ્ઠ સોશ્ચિતામણિઃ us! ચોળઃ પ્રધાનં ઘણાં રોગઃ યંત્રઃ ”–શ્રી યોગબિન્દુ x “ यमः सद्योगमूलस्तु रुचिवृद्धिनिबन्धनम् । ગુજક્ષતિગાથા ગામનો કથા છે'–દ્વા દ્વા ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy