SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ગonલાઇ નથી. તો પણ તેવા સર્વથા નિ:સ્પૃહ મહાજનોની બનતી સેવા કરવી, તે મુમુક્ષુ આત્મા થીને ધર્મ છે, જીવનને અપૂર્વ લહાવો છે, તેઓના ચરણે જે કંઈ પણ અર્પણ કરીએ તે ઓછું છે, કારણ કે તેઓને પરમ ઉપકાર છે, એમ જાણતો હોઈ, તે પિતાથી બનતી સેવારૂપ કૂલપાંખડી-“g× પુi ૐ તોડ્ય”—ભક્તિથી તેમના ચરણકમલમાં અર્પણ કરે છે. “શું પ્રભુ ચરણ કને ધરૂં? આત્માથી સહુ હીન, તે તો પ્રભુએ આપિઓ, વરતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વરતે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”-શ્રી આત્મસિદ્ધિ અને આવા સત્પાત્ર ભાવગીઓ પ્રત્યેને આ ઉપચાર–વિનયાન્વિત સેવાધર્મ જોગીજનને ચોક્કસ ગગુણની વૃદ્ધિરૂપ ફલ આપે છે. જેમ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું એક પણ બીજ પરંપરાએ અનંતગણું ફલ આપનારું થઈ પડે છે, તેમ આવા યોગવૃદ્ધિ ફલ સત્પાત્ર સંતજનોની સેવા અનંતગણું ફલ આપનારી થઈ પડે છે, આત્માને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિનું–ખરેખરા “ધર્મલાભ”નું કારણ થાય છે. નિષ્કામ સેવાનો લાભ આપી પોતે ગવૃદ્ધિરૂપ પ્રતિલાભ પામે છે, અને એટલા માટે જ આ આત્મારામી સપુરુષોની સેવા-ભક્તિ વડે હું પોતાને જ અનુગ્રહ કરું છું, મહારા પોતાના આત્મા પર જ ઉપકાર કરી રહ્યો છું, એમ સેવા કરનારે ચક્કસ ભાવવું જોઈએ. આનાથી હું હારા આત્માને જ સંસારસમુદ્રથી તારું છું, એવી આત્મ અનુગ્રહ બુદ્ધિ ઉગવી જોઈએ. આમ આ દષ્ટિમાં વર્તતે યોગી શુદ્ધ યોગીઓ પ્રત્યે બહુમાન ધરા વવા ઉપરાંત, યથાશક્તિ-ઉચિતપણે તેમની સેવાભક્તિ કરે, અને તે પણ પિતાના આત્માની અનુગ્રહ બુદ્ધિથી જ. આ ઉપચારને જ વિશેષણ આપે છે– लाभान्तरफलश्चास्य श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च शिष्टसम्मतता तथा ॥ ४४ ।। અન્ય લાભ ફલ તસ દૌએ, શ્રદ્ધાયુત આ એમ; નિરુપદ્રવતા હિત ઉદય, શિષ્ટ સંમતતા તેમ, ૪૪ -હામાત્તરઢ૪-અને આ ઉપચારકર્તાને લાભાન્તર ફલવાળે,-શુદ્ધ ઉપચારના પુણ્યથકી તથા પ્રકારના વિપાકભાવને લીધે. એટલા માટે જ-થાણુ-શ્રદ્ધાયુક્ત એ ઉપચાર, એમ ચાલુ સંબંધ છે. દિતો જેમાં હિતને ઉદય હેય છે એવો, આગળની જેમ. સુદ્રોપદ્રવનઅને ક્ષક ઉપદ્રની હાનિ હોય છે. એથી કરીને જ વ્યાધિ આદિનો નાશ હોય છે. રિાઇસમતતા તથા–તથા પ્રકારે શિસમ્મતતા, શિષ્ટજનોનું માન્યપણું. એથી કરીને જ એનું અતિ સુંદર બહુમાન હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy