________________
ધામાdvલા મથ નિયમ ન હોય, કારણ કે તેવા ક્ષપશમનો અભાવ છે. એટલે કે પાછલી દષ્ટિમાં આગલી દષ્ટિનો ગુણ હોય જ, પણ આગલીમાં પાછલીને ગુણ ન હોય.
૨. અનુદ્દેગ. નહિં કિરિયા ઉદવેગ રે......મનમોહન મેરે.”—યોગદર સઝાય-૨ તેમ જ અત્રે ઉગ નામને બીજે ચિત્તદોષ ટળે છે, અનુબેગ હોય છે. એટલે આત્મહિતના કાર્યમાં, પરલોક સંબંધી હિતસાધનના કાર્યમાં ઉદ્વેગ, કંટાળે, અણગમો ઉપજતો નથી. બેઠા બેઠા પણ ક્રિયા પ્રત્યે જે અણગમો-અભાવ થવો તેનું નામ ઉગ છે. (જુઓ પૃ. ૮૫). એટલે ઉદ્વેગવાળો પુરુષ તે યોગક્રિયાથી ઉભગે છે–દૂર ભાગે છે, અને કદાચ પરાણે કરવી પડે તે તે ક્રિયા રાજવેઠની જેમ ઉતાવળે ઉતાવળે આટોપી લે છે, ઝટપટ પતાવી દે છે ! એથી ઉલટું, આ દષ્ટિવાળા પુરુષને અનુક્રેગ હોય છે. ધર્મક્રિયા પ્રત્યે ઉગ-અણગમે હોતો નથી, ગસાધન પ્રત્યે દ્વેષ હોતો નથી, એટલે તે ધર્મ, કાર્યમાં વેઠ કાઢતો નથી, રાજાના હુકમથી મન ન હોય છતાં પરાણે કરવું પડતું હોય એવું તે કરતો નથી, ઝટઝટ ઉતાવળે ઉતાવળે ધર્મક્રિયા પતાવી દેતો નથી ! ભગવાનને બે હાથ જોડ્યા-ન જોડ્યા, ચોખાની બે-ત્રણ ઢગલી મૂકી-ન મૂકી, ને તે ભાગ નથી !
પરંતુ એને તે ગક્રિયા-ધર્મક્રિયા પ્રત્યે પરમ પ્રેમ હોય છે. તે જાણે છે કે આ હું જે ધર્મકૃત્ય કરવા ઈચ્છું છું, તે મારા પિતાને જ આત્મકલ્યાણ માટે છે, આ યુગ
સાધનથી હારે હારું પરિભ્રમણ દુઃખ ટાળવું છે. આમ હોવાથી યોગક્રિયા પ્રીતિ તે આત્માથી મુમુક્ષુ પુરુષ પ્રત્યેક ધર્મક્રિયા પરમ ઉલ્લાસ ભાવથી કરે
છે, અદમ્ય ઉત્સાહથી ને શાંતિથી કરે છે. તે પ્રભુભક્તિ કરતા હોય તો ભક્તિતન્મય પણે પરમ પ્રેમથી કરે છે. તે સદગુરુ-પુરુષની સેવા-સુશ્રુષા કરતા હાય, તે પરમ આદરથી વિનયપૂર્વક કરે છે. તે સતશાસ્ત્રનું શ્રવણ કરતા હોય તે ધ્યાન દઈને કરે છે. તે સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતો હોય તો યથાવિધિ શુદ્ધભાવે કરે છે. અને આવા આ મુમુક્ષુ જોગીજનનો આ અનુક્રેગ પણ અખેદ સહિત હોય છે. કારણ કે અખેદ હોય તો જ પછી અનુછેગ આવે. એટલે પ્રથમ દષ્ટિમાં જે ખેદ દોષ દૂર થયે, તે પણ અહીં તેમ જ છે. આમ આ થેગી પુરુષ ધર્મ પ્રવૃત્તિ કરતાં ખેદ પામતો નથી–થાકતો નથી.
૩. તત્ત્વજિજ્ઞાસા જિજ્ઞાસા નામનો બીજો ગુણ અહીં પ્રગટે છે. જિજ્ઞાસા એટલે તત્વ જાણવાની ઈચ્છા, ઉત્કંઠા, ઇંતેજારી. તત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના ઉપજવી, તાલાવેલી લાગવી તે ખરી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા વિનાનું જે જાણવું છે-જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org