________________
તારાદષ્ટિ તત્વજિજ્ઞાસા, વેગકથાપ્રીતિ
(૧૮૭ ) હૃદયમાં પ્રવેશતું નથી. આ દષ્ટિવાળા મુમુક્ષુને તો સાચી તત્વજિજ્ઞાસા પ્રગટે છે. જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, જેમ તૃષાતુર પુરુષ પાણી માટે ચેતરફ ઝાંવાં નાંખે, તેમ આ મુમુક્ષુને તત્ત્વ જાણવાની તરસ લાગે છે, ઉત્કંઠા જાગે છે, તાલાવેલી ઉપજે છે. મરુદેશ જેવી ભૂમિમાં, ઉન્ડાળાના સમયમાં ચાલ્યો જતો વટેમાર્ગ જેવો તરસ્યા થઈને પાણીને ઈછે, “પાણી પાછું” કરે, તે તર આ જીવ તત્ત્વદર્શન પામવા માટે થાય છે. આવી તીવ્ર તપિપાસા આ જિજ્ઞાસુ પુરુષને ઉપજે છે, એટલે એને અનેક સહજ પ્રશ્ન ઊઠે છે. જેમકે –
“હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે હારું ખરું? કોના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂ?”-શ્રી મોક્ષમાળા “જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન ?
અભિનંદન જિન દરિશન સરસિયે.”—શ્રી આનંદઘનજી અને આવી જ્યારે તત્વની કે તવદર્શનની સાચી તરસ લાગે છે, ત્યારે તે બૂઝવવાની-છીપવવાની રીત પણ તેને મળી આવે છે. તેવી તરસ ન લાગી હોય, તે તે તરસ બૂઝવવાને ઈ છે પણ કેમ ? ને તે બૂઝવવાની રીત પણ કેમ મળે ? પરમ સમર્થ તત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક ભાવવાહી શબ્દ કહ્યા છે –
બૂઝી ચહત જે પ્યાસ કે, હું બઝનકી તિ;
પાવે નહિં ગુરુગમ બિના, એહી અનોદિ સ્થિત.” “તૃષાતુરને પાયાની મહેનત કરે , અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરે. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહે.”–શ્રીમદ્ રાજચંદ્ર
આ જિજ્ઞાસા ગુણ પણ, પ્રથમ અદ્વેષ ગુણ પ્રગટ્યો હોય તે જ ઉપજે. એટલે પ્રથમ દ્રષ્ટિમાં જે અદ્વેષ ગુણ પ્રગટ્યો હતો, તેના અનુગુણપણે–અનુકૂળપણે આ જિજ્ઞાસા પ્રગટે છે. જિજ્ઞાસા એ અષનું ઉત્તર પરિણામ છે. આ જિજ્ઞાસામાં સાચું તત્વસ્વરૂપ જાણવાની ઈચ્છા હોય છે, પણ પોતાનો કક્કો ખરો છે એવો હઠાગ્રહ હોતું નથી. આમ આ દષ્ટિમાં– “દર્શન તારા દ્રષ્ટિમાં...મનમોહન મેરે ગેમઅગ્નિ સમાન રે.મન
શોચ સંતોષ ને તપ ભલું...મન સઝાય ઇવર ધ્યાન રે...મન નિયમ પંચ ઈહાં સંપજે...મન નહિં કિરિયા ઉદવેગ રે...મન. જિજ્ઞાસા ગુણ તત્વની.....મન પણ નહિં નિજ હઠ ટેગ રે..મન”—યો સઝાય ૨,૧-૨ આ દષ્ટિમાં જે બીજે ગુણસમૂહ હોય છે તે કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org