________________
(૧૮૪)
યોગદષ્ટિસમુચ્ચય તપાધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આ પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા;
ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.” ૪. સ્વાધ્યાય-સજઝાય, પ્રણવપૂર્વક મંત્રનો જપ અથવા સશાસ્ત્રનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, પરિશીલન કરવું તે સજઝાય. આત્મતત્વનો અભ્યાસ કરવો, ચિંતન કરવું તે સ્વાધ્યાય છે. દેહાદિ સમસ્ત પર વસતુથી હું સર્વથા ભિન્ન એ શુદ્ધ ચૈતન્યમૂત્તિ આમા છું, એવી આત્મભાવના ભાવતા રહી, દેહમાં આત્મબુદ્ધિ છોડી દેવી, દેહાધ્યાસ છોડી દેવો, અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ ઉત્તમ પ્રકારનો સ્વાધ્યાય છે. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે, એવા અધ્યાત્મ ગ્રંથ વાંચવા-વિચારવા; વૈરાગ્યભક્તિવાહી પદો, ભજન, સ્તવને ગાવા, લલકારવા શંકાસમાધાન અથે પૃછા કરવી; નિરભિમાન પણે જાણે પિતાના આત્માને બેધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું, વૈરાગ્ય ભાવના ભાવવી,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાયાવિતાસંપ્રયાઃ ' (પા ૦ ૨-૪૪).
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.”—શ્રી આનંદધનજી આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન છે.”
૫. ઈશ્વરપ્રણિધાન–એકાગ્ર ચિત્તે પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન ધરવું, ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન. તેના સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન-જોડાણ કરવું, ચિત્તનું લીનપણું કરવું, તન્મયપણું કરવું તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઇશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત એવય આવિર્ભીત થયું છે–પ્રગટ થયું છે, જે અનંત આત્મત્રદ્ધિના સ્વામી–પ્રભુ-ઇવર બન્યા છે તે. જેણે પરમ એવા પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, એવા શુદ્ધ સિદ્ધ આત્મા તે ઇવર.
“સેવો ઇશ્વર દેવ, જેણે ઇશ્વરતા હો નિજ અદભુત વરી; તિભાવની શક્તિ, આવિર્ભાવે હે સકલ પ્રગટ કરી.”
જેહના ધર્મ અનંતા પ્રગટ્યા, જે નિજ પરિણતિ વરિયો પરમાતમ જિનદેવ અમાહી, જ્ઞાનાદિક ગુણ દરિયે રે....સ્વામી! વિનવિયે મનરંગે. ”
-શ્રીદેવચંદ્રજી એવા પરમાત્મા-પરમેકવર પદને પ્રાપ્ત થયેલ ઈવરનું પ્રણિધાન કરવું, એકાગ્ર ચિત્તે ધ્યાન-ચિંતન કરવું તે ઇવરપ્રણિધાન છે. પછી તે ઈવરને ભલે પ્રભુ, જિન, અહંતુ, શિવ, શંકર, બુદ્ધ વગેરે અનેક નામે ઓળખવામાં આવતો હોય. કારણ કે નામભેદ છતાં અર્થભેદ નથી. તથારૂપ યથાર્થ ગુણવાળું ઈશ્વરપણું હોય એટલે બસ, તે ઈશ્વરપણું જ પૂજ્ય છે, પછી ગમે તે નામે સમરો. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org