________________
(૧૬૮)
થામાણિક સાજે રોગવિકારથી, બાધિત થાય ને જેમ;
ઈષ્ટાથે પ્રવર્તે-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ અર્થ:–અપવ્યાધિવાળા પુરુષ જેમ લેકમાં તેના વિકારોથી બાધા પામતો નથી, અને ઈષ્ટ સિદ્ધિને અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (ગી) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે.
વિવેચન ઉપરમાં જે ઘણા ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનું અહીં અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદન પદ્ધતિથી (Positive Affirmation) સમર્થન કર્યું છે. તેમાં પ્રથમ આ દષ્ટાંત રજૂ કર્યું છે-કોઈ એક મનુષ્ય છે. તે મોટી બિમારીમાંથી ઊડ્યો છે. તેને રોગ લગભગ નષ્ટ થયું છે, તે લગભગ સાજો થઈ ગયા છે. માત્ર ખૂજલી વગેરે નાનાસૂના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારો બાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારો તેને ઝાઝી બાધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રોજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આવો અલ્પ વ્યાધિવાળે, લગભગ સાજે થઈ ગયેલે પુરુષ પોતાના કુટુંબના ભરણપોષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે.
તે જ પ્રકારે આ મિત્રા દષ્ટિમાં વર્તતો યોગી વૃત્તિથકી જ ઈષ્ટ સિદ્ધિ અથે પ્રવર્તે છે. આ વૃત્તિ ધર્મનિ-ધર્મના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનનીઓ છે. અને
તે વૃત્તિ ચાર છે:-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચાર આવી ચાર પ્રકારની વૃત્તિનો આ મિત્રા દષ્ટિવાળા યોગીને સંભવ હોય છે.
એટલે એને પ્રથમ તે ધર્મકાર્યમાં ધૃતિ હોય છે, ધીરજ હોય છે. પ્રભુના ચરણ શરણે” તે “મરણ સુધીની છેક દઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઈ અધીરજ ધરતો નથી, કારણ કે તેને દઢ શ્રદ્ધા છે કે આ પ્રભુભક્તિ આદિ ધર્મકૃત્યનું ફળ અવશ્યમેવ મોક્ષ છે, માટે એની સાધનાનો પુરુષાર્થ કર્યા કરે એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળો હોવાથી તે ધર્મનું વિશેષ ને વિશેષ સન્મસ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્દગુરુને વિજ્ઞપ્તિ-વિનંતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરોત્તર શુભ વૃત્તિઓ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્દભવે છે.
આ શુભ વૃત્તિઓને અહીં સંભવ હોવાથી, અ૮૫ વ્યાધિવાળા પુરુષની જેમ આ યેગી અકાર્ય વૃત્તિઓનો દઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિઓને રોકે છે, ને શિષ્ટ
વૃત્તિઓના પ્રભાવે કરી વરસથી જ હિતકાર્યમાં પ્રવર્તે છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દીએ છે,
સદાચાર આદિરૂપ શીલ પાળે છે, અને “સર્વ જગતનું કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org