SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૬) યોગદષ્ટિસમુચ્ચય કે-જ્યારે તેવા પ્રકારની ભાવલિની અલ્પતા થાય, ત્યારે તે “ગ” ભાલમલ જીવને બાઝે, જ્યારે અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઈ જઈને અલપતા ઓછો થાય, ત્યારે તેવું નિમિત્ત મળી આવે. આવા “પુણ્ય પંડૂર જ્યારે પ્રકટે, ત્યારે પુરુષને સમાગમગ થાય. “એહ સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પુણ્ય પંર” (યશોવિજયજી). રત્નને મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માનો ભાવમલ-અંદરને મેલ જેમ જેમ વાતો જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ ઓર ને એર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને એર ઝળકતો જાય છે. “કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દેષ છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. x x x સરળપણું, ક્ષમા, પોતાના દેષનું જેવું, અપારંભ, અપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.” –શ્રીમદ્ રાજચંદ્ર આમ માંહેને મત દેવાતાં, જેમ જેમ આત્મા નિમલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઈને તેને પુરુષના જેગરુપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતો રહી જીવ જે પિતાની યેગ્યતા-પાત્રતા વધારે, અને સદ્દગુરુ આદિ ઉત્તમ નિમિત્તનું સેવન-ઉપાસન કરતો રહે, તો માર્ગની પ્રાપ્તિ થાય. “અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદઘન, કર્તા ભક્તા ઘરને...શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી પ્રકૃત વસ્તુના સમર્થન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिमहोदया । किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलोचनः ॥ ३६॥ ત્તિ-નામિન-ન હોય, આ-ભાવમલ, ઘરે-ઘન, પ્રબલ હતાં, અતઃ-કારણ કે, સહુસાધુઓ પ્રત્યે, તબતીતિ –તેની પ્રતીતિ. (આ ભાવમલ ઘન-પ્રબલ હોય ત્યારે સાધુઓ પ્રત્યે તેની પ્રતીતિ ન હોય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હેાય ? તે માટે કહ્યું-મરચા-મહોદયવાળી, અભ્યદય આદિના સાધકપણુએ કરીને મહાઉદયવાળી, પ્રતિવસ્તૂપમાથી આજ અર્થ કહ્યો- સથાપના-શું સમ્યગૂરૂપ ગ્રહણ કરે?–લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણપણુએ કરીને. તાવમોચન:-કદી પણ મંદ લેનવાળા-દૃષ્ટિવાળા,-ઈદ્રિયદોષને લીધે. ન જ રહે એમ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy