SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) યુગદષિસસુજથય આદરભાવ ઉપજ, એ પણ ગબીજ છે, એ પણ મોટી વાત છે. ઉપાદેય ભાવ એટલે કે ગબીજનું શ્રવણ કરવા યોગ્ય છે, ગબીજની કથા-વાર્તા પણ ગબીજ સાંભળવા ગ્ય છે, એવી પણ જે આદરબુદ્ધિ ઉપજવી તે પણ પ્રશસ્ત છે. જિનભક્તિની કથા કે સદ્દગુરુ-સતુશાસ્ત્રનો મહિમા સાંભળવા પ્રત્યે આદરભાવ પ્રગટ, તે પણ ગબીજ છે. કારણ કે સંવેગરંગથી જ્યારે આવો ઉપાયભાવ ઉપજે છે, ત્યારે ભાવથી અત્રે સાચી ઈચ્છા ઉત્પન્ન થાય છે, એટલે પછી તે પિતાની શક્તિને દઢ વિચાર કરીને તેના ગ્રહણમાં પ્રવર્તે છે. * આ ઉપાદેયભાવ પરિશુદ્ધ-સર્વથા શુદ્ધ હવે જોઈએ. એટલે કે આ લેક-પરલોક સંબંધી કઈ પણ પ્રકારના ફલની ઉત્સુકતા વિનાને, ઉતાવળે ફળપ્રાપ્તિની આકાંક્ષા-ઇચ્છા વિનાને, નિષ્કામ હૈ જોઈએ. કારણ કે સર્વ કાર્યમાં ધીરજની પ્રથમ જરૂર છે. “ઉતાવળે આંબા પાકતા નથી.” અને આવા નિરુત્સુક નિષ્કામ શુદ્ધ ઉપાદેયભાવનું ફલ પણ મહદયરૂપ અવશ્ય હોય છે, મોટા અસ્પૃદયનું કારણ હોય છે. કારણ કે તે મોક્ષના સાધનરૂપ છે, એટલે આનુષંગિકપણે- સાથે સાથે પુણ્યોપાર્જનના ફળરૂપે ઉત્તમ દેવાદિ ગતિરૂપ અભ્યદયની પ્રાપ્તિ પણ થાય, એ કાંઈ મોટી નવાઈની વાત નથી. જેમ જારની પાછળ સાંઠા તો હોય જ, તેમ ઇંદ્રપણું–ચક્રવર્તિપણું એ વગેરે પુદય, મોક્ષસાધનના આનુષંગિક ફળરૂપે સાંપડે છે. આમ આ ગબીજના શ્રવણ પ્રત્યેને ઉપાદેયભાવ પણ છેવટે પરમ કલ્યાણકારી થાય છે, તો પછી શ્રી સત્પુરુષની, સદગુરુની, ને તેમણે બોધેલા સન્માર્ગની ભક્તિ તે કેટલી બધી કલ્યાણકારી થાય? “ ગુણ અનંત હો પ્રભુ! ગુણ અનંતને વંદ, નાથે હે પ્રભુ! નાથ અનંતને આદરે છે; દેવચંદ્ર હે પ્રભુ! દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ ! પરમ મહદય તે વરે છે.” “નિર્મળ તવરુચિ થઈ રે, મનમોહના રે લાલ૦ કરજે જિનપતિ ભક્તિ રે ભવિબેહના રે લાલ. દેવચંદ્ર પદ પામશે રે...મન પરમ મહોદય યુક્તિ રે ભવિ.”–શ્રી દેવચંદ્રજી આમ આ મિત્રાદષ્ટિમાં આટલા ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થાય છે. (૧) જિને પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, સંશુદ્ધ પ્રામાદિ. (૨) ભાવગી એવા ભાવાચાર્ય-ભાવસાધુ આદિ પ્રત્યે કુશલચિત્તાદિ. (3) ભાવાચાર્ય–ભાવસાધુ આદિની વૈયાવચ્ચ-સેવા. (૪) સહજ એ ભવઉગ-અંતરંગ વૈરાગ્ય. (૫) દ્રવ્ય અભિગ્રહ પાલન. (૬) (૫) સિદ્ધાન્તના લેખનાદિ-લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચન, ઉગ્રહણ, પ્રકાશના, સ્વાધ્યાય, ચિંતના, ભાવના. (4) બીજકથાના શ્રવણપ્રતિ સ્થિર માન્યપણું (૪) તેને શુદ્ધ ઉપાદેયભાવ. આમાનું એકેક ગબીજ પણ પરમ ઉત્તમ છે, તે પછી તે સમસ્ત સાથે મળ્યા x “धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्तते ॥" –શ્રી હરિભદ્રાચાર્યજીકૃત ધર્મબિન્દુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy