SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ આત્મા” નામની વસ્તુ છે, અને તેને તેનાથી અન્ય (તદન્ય) એવી જડ વરતુના સંગથી જ આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડયું છે. તે કર્મનામક અન્ય વસ્તુના સંગનો વિયોગ થાય તે જ આ આત્મા પરિણામણ દુઃખથી છૂટે દુખધામ કર્મ પરતંગ્યરૂપ બંધથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. “ કનકપલવત પડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ અન્ય સંગી જ્યાં લગી આતમાં, સંસારી કહેવાય...પદ્મપ્રભ.” શ્રી આનંદઘનજી. અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે-આત્મા ચેતન છે અને કર્મ જડ છે, ચેતનના પરિણામ ચેતન હોય અને જડના પરિણામ જડ હોય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તો પછી આ બેનો સંયોગ–બંધ કેમ ઘટે? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકારે ? તેનું સમાધાન એ છે કે-કર્મસંબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ કર્મસંબંધયોગ્યતાથી જ તેવા પ્રકારે બંધ ઘટે છે, તેવા પ્રકારની યોગ્યતા શિવાય ઘટતો નથી. આત્માની આ કમસંબંધ યોગ્યતાને “મેલ'-ભાવમલ કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન-વિષ્કલન કરે છે, મલિનપણું કરે છે, એટલા માટે જ આ “માલ” કહેવાય છે. “મનાર્ મ કર ” આ મલ આત્માને સ્વભાવભૂત હોઈ અનાદિ છે, એટલે તજજન્ય કર્મબંધ પણ અનાદિ છે,-અતીતકાલની ક્ષણ અપરાપર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુઓ યેબિન્દુ) અને આ પરથી બંધની તાત્વિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ ભાવમલ આત્માના પરિણામરૂપ હાઈ ભાવકમ છે. એટલે આત્મા આ બંધની તાત્વિક ભાવકર્મને પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. આ ચેતનરૂપ ભાવકર્મના વ્યવસ્થા નિમિત્તે જડ એવું પુદ્ગલ દ્રવ્ય જીવવીયની કુરણું ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે “ભાવકમ નિજ કપના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે *(૧) આ આત્માને જેન અને વેદાંતી પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સાંખ્ય “ક્ષેત્રવિદ્’ કહે છે. (૨) તદન્ય–તે આમાથી અન્ય એવી વસ્તુને જેન ‘કર્મ' કહે છે, બૌદ્ધ અને વેદાંતી “અવિવા' કહે છે, અને સાંખ્ય “પ્રકૃતિ' કહે છે. (૩) અને તેના સંગને જૈને ‘બંધ” નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ' નામ આપ્યું છે, અને સાંખે “પ્રવૃત્તિ” નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધ યોગ્યતારૂ ૫ ભાવમલને સાંખે “દિક્ષા'-પ્રકૃતિવિકારોને દેખવાની ઈચ્છા કહે છે, શ “ભવબીજ' કહે છે, વેદાંતીઓ ભ્રાંતિરૂપ “અવિદ્યા' કહે છે, સિગતો અનાદિ કલેશરૂપ “ વાસના ” કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુભેદ નથી. આ સર્વ દર્શનસંમત વસ્તુતત્ત્વ છે. " आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः ।। gવ મુજ પતૌર તરવામાણારણોતથા ઇ. (જુએ શ્રી હરિભદ્રસૂરિકૃત યોગબિન્દુ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy