SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જડ ધૂપ,” એટલે આત્મા આ દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે. અત્રે સુવર્ણકાર શિલ્પીનું દષ્ટાંત ઘટે છે. સોની કુંડલાદિ ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવે કર્તા છે, અને પિતાના સુખ-હર્ષ આદિ ભાવોના પરિણામ-પરિણામભાવે કર્તા છે. આ દ્રવ્યકર્મથી દેહાદિ ઉત્પન્ન થાય છે, અને દેહમાં સ્થિતિ કરતા આત્માને દ્રવ્યકમનો ઉદય થાય છે. તે ઉદય થયે જે આત્મા રાગ-દ્વેષ–મોહરૂપ વિભાવ ભાવે પરિણમે તો તે ભાવમલરૂપ નવીન ભાવકને બંધ કરે છે, અને આ ભાવકના નિમિત્તે પુન: દ્રવ્યકર્મ બંધાય છે, અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. જેના પરિભાષામાં ભાવકર્મને માટે “માલ” અને દ્રવ્યકમને માટે “રજ” એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તે જ ટે, તેમ ભાવમલરૂપ આસક્તિ-નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોંટે છે. આમ પરસ્પરનિમિત્ત-નૈમિત્તિકભાવે અરઘટ્ટઘટ્ટોન્યાયે ભાવકર્મ-દ્રવ્યકમને અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટ ચક્ર (Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી જ મમરણના આવર્તરૂપ-ફેરારૂપ ભવચક્ર પણ ઘુમ્યા કરે છે. આમ પરભાવમાં આસક્તિરૂપ ભાવમલ કર્મબંધનું મૂળ કારણ છે, અને કર્મ એ ભવભ્રમણનું કારણ છે, એટલે સંસારનું મૂળ કારણ અવિદ્યારૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. દેહાદિ પરવતુમાં આત્મબ્રાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણ કે એમ પભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagniation ) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગક્ષેમાથે -વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા, અને આ જ પ્રકારે અઢારે પાપસ્થાનકની ઉત્પત્તિ થઈ. દેહમાં આત્મબુદ્ધિરૂપ આ મૂલગત બ્રાંતિને લીધે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ પરભાવ-વિભાવને અનુકૂળ થઈ. ઉપગ ચૂક્ય એટલે ગ ચૂક્યો. મનથી પરભાવ-વિભાવના ચિંતનરૂપ દુશ્ચિંતિત થવા લાગ્યું, વચનથી પરભાવ-વિભાવ મહારા છે એવું મૃષા વચનરૂપ દુર્ભાષિત ઉચ્ચરાવા લાગ્યું, અને કાયાથી પરભાવ-વિભાવની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિરૂપ દુષિત આચરાવા લાગ્યું. આમ “સુચંતિમ સુમતિ ,શિકિ” રૂપ મન-વચન-કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિરૂપ “ટુ' દુકૃત ઉભરાવા લાગ્યું. “પર પરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાવે આસક્ત રે ”—શ્રી દેવચંદ્રજી. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મહદર્શન મેહ ઉપજે, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું, અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડયું. દર્શન મેહ ઉપજે એટલે ચારિત્રમેહ ઉપજે, અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિને બંધ થયે, એટલે તેના અવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy