________________
ઉ પ દૂઘા ત
“ येनात्माऽबुध्यत्मैव परत्वेनैव चापरम् ।।
અક્ષયાનન્તપોષાય, તો સિતમને ન શ્રી પૂજ્યપાલસ્વામી આ એગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના અભિધેય વિષયનું સ્વરૂપ વિચારીએ તે પૂર્વે સામાન્ય પીઠિકારૂપે આત્માને દુઃખકારણરૂપ પાતંત્ર્ય શું ? અને શાથી? તથા સુખકારણરૂપ સ્વાતંત્ર્ય શું અને શાથી? તે વિચારવાનું પ્રાપ્ત થાય છે, કે જેથી યોગનું અને આ ગ્રંથના વિષયનું સ્વરૂપ સમજવું સુગમ થઈ પડે. અત્રે મુખ્ય ત્રણ વિભાગમાં વિચાર કરશું: (1) સામાન્ય પીઠિકા, (II) અભિધેય વિષય, (III) તાત્પર્ય બોધ.
1. પીઠિકા ૧. આત્મસ્વાતંત્ર્ય સુખ અને કર્મપારાંચ દુઃખ. સર્વ જીવને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. દુઃખ ટાળવા અને સુખ મેળવવા માટે સર્વને પ્રયત્ન છે, છતાં તેને તે દુઃખ ટળતું નથી અને સુખ મળતું નથી તેનું શું કારણ? એ પરથી અનેક સમર્થ તત્વજ્ઞાનીઓના વિચારની ઉત્પત્તિ થઈ છે. પુનઃ પુનઃ જન્મવું, પુનઃ પુન: મરવું, પુનઃ પુનઃ માતાના ઉદરમાં શયન કરવું, “પુના કનવં પુનrfપ મા જુના કનની રાયજં,’–આ અનંત દુઃખમય જન્મ મરણપરંપરારૂપ ભવભ્રાંતિનો અંત કેમ આવે? એનું પરમ ગંભીર તત્ત્વમંથન કરતાં ભગવાન્ મહાવીરાદિ પરમ સમર્થ તવદ્રષ્ટાઓને જે યથાર્થ બોધરૂપ સમાધાન પ્રાપ્ત થયું, તે નિષ્કારણ કરુણારસસાગર તે ભગવંતોએ જગજના કલ્યાણાર્થે બેઠું છે. તેઓએ સ્વાનુભવથી સમ્યક તત્વ નિર્ણય કર્યો કે આ દેહાદિથી ભિન્ન એવી અજર અમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org