________________
મિત્રાદષ્ટિ : સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ
(૧૪૧) તાદશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત–વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪.
ઉગ્રહ–વિધિપૂર્વક શાસ્ત્ર-સિદ્ધાંતનું ઉદ્દગ્રહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ ક્રિયા છે. તેમાં સિદ્ધાંતના બહુમાનપૂર્વક જ્ઞાનારાધનને પરમ ઉદાર હેતુ રહેલો છે. પણ જે માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણમાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હોય, તે તેના મૂળ ઈષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને “સાપ ગયા ને લીસોટા રહ્યા” તેના જેવું થાય છે ! “ધામધૂમે ધમાધમ ચલી, મોક્ષમારગ રહ્યો દૂર રે” (શ્રી યશોવિજયજી)-તેના જેવી કરુણ સ્થિતિ થઈ પડે છે !
પ્રકાશના–પિતાને જે સિદ્ધાંતને બોધ થયું હોય, તે બીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશ, કહી દેખાડો-પ્રગટ કરે છે. કોઈ જીવને ક્ષપશમ પ્રબળ હોય, સમજણ સારી હોય, તો નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતો હોય એવી રીતે તે તેના અર્થનું વિવેચનાદિરૂપે પ્રકાશન કરે, તો વક્તા-શ્રોતા બને લાભકર્તા થાય છે, સ્વ-પરને ઉપકારી થાય છે. શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમાર્થ લાભનું કારણ છે.
સ્વાધ્યાય-એટલે સજઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે –
(૧) વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મન જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ, તેનું નામ વાંચના આલંબન. (૨) પૃચ્છના- અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવાને માટે, તેમ જ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તનાપૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજેરાને અથે, શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજઝાય કરીએ, તેનું નામ પરાવર્તનાલંબન. (૪) ધર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિડિગિછા રહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભા મળે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સદ્દહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મકથાલંબન કહીએ.”-શ્રી મોક્ષમાળા, પાઠ ૭૫.
* " न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । યુવતોડનુwદવુદા વરજાતતો મવતિ છે ”—શ્રી ઉમાસ્વાતિ મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org