________________
બિરાદણિ : દશ સંજ્ઞા નિરોધ
(૧૨)
ઢોંગીપણું ન હોય, દાંભિક, છેતરપીંડીવાળી ઠગબાજી ન હોય, પિતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” એવી વંચક વૃત્તિ ન હોય, ટીલાં ટપકાં તાણી જગતને છેતરવાની ચાલબાજી ન હોય, સાચો ભક્ત જોગીજન તો ચકખા ચિત્તે, નિખાલસ સરળ હદયે, શુદ્ધ અંત:કરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માપણ કરવાની ભાવના ભાવે, ને તેમ કરવા પ્રવર્તે.
“અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા !
ડું ન અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયાવિહરમાન.”—શ્રી દેવચંદ્રજી “કપટ રહિત થઈ આતમ અર પણ રે, આનંદઘનપદ રેહ.”—શ્રી આનંદઘનજી
જ્યાં સુધી ચિત્તમાં બીજે ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાં સુધી કપટ છે ત્યાંસુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કયાંથી થાય ? જેથી સર્વ જગન્ના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચેતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આમઅર્પણુતા કહેવાય. * * * જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ કયાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૬૯૨.
પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય ? હારા દિલનું કપટ નવ જાય.”–શ્રી નરસિંહ મહેતા
લોભસંજ્ઞા–મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હો, એવી ભવૃત્તિલાલચ સંશુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિં. કારણ કે જે એવા તુરછ ક્ષણિક નમાલા ફલની ઈચ્છા રાખે, તે તે અનંતગણું મોટું ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરો ખરીદે છે ! તે તે ભક્તિ નહિં, પણ ભાડાયત જ છે! પણ સાચા ભક્તજન તો તેવી કોઈ પણ લાલચ રાખે નહિં, તે તો અનાસક્ત પણે કઈ પણ ફળનીઝ આશા વિના ભક્તિ આદિ કર્તવ્ય કર્યા કરે. “ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.”—(શ્રી દેવચંદ્રજી)
ઘસંજ્ઞા–સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરી આ પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હોય, ગતાનુગતિકપણું ન હોય, આંધળાની પાછળ આંધળે દોડ્યો જાય એવું અંધશ્રદ્ધાળુપણું ન હોય, પરંતુ સાચી તત્વસમજણપૂર્વકની ભક્તિ હોય. “નિર્મળ તવરુચિ થઈ રે, કરજે જિનપતિ ભકિત.”——(શ્રી દેવચંદ્રજી). લેકસંજ્ઞા –લેકને રીઝવવા માટે, લોકના રંજન-આરાધન અર્થે ક્રિયા કરવી તે
* “શર્માધિકારતે મા નુ રાવન –-શ્રી ભગવદ્દગીતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org