________________
વિધિ સાગપાંપણે જે પ્રદર્શિત કરે તે યોગશાસ્ત્ર છે. અને તેમાં પણ અનેક યોગશાસ્ત્રોના નવનીતરૂપ આ ચગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રનું સ્થાન અનુપમ છે; અનેક નવીન અને મૌલિક વિચારધારાઓ રજૂ કરી અપૂર્વ “ગદષ્ટિ 'રૂપ દિવ્ય નયનના ઉન્મીલનરૂ૫ નિર્મલ બધા પ્રકાશ રેલાવનાર આ ગ્રંથરત્નનું સ્થાન અનન્ય છે. સાગરનું મથન કરી વિબુધોએ ( એ) અમૃત વળ્યું હતું, તેમ શાસ્ત્રસમુદ્રનું મંથન કરી મહાવિબુધ (પ્રાજ્ઞ) મહષિ હરિભદ્રાચાર્યજીએ આ ગામૃત વાવ્યું છે,–જેનું યથાપાત્ર યથેચ્છ પાન કરી આત્માથી મુમુક્ષુ “જોગીજનો ” અમૃતત્વને પામે છે.
અને આ નિર્વાણરૂપ અમૃતત્વ પામવું અને પમાડવું એ જ આ યોગ પથ. પ્રદર્શક ગ્રંથનું વક્તા-શ્રોતા ઉભય આશ્રયી પરંપર (Ultimate ) પ્રયોજન છે, એમ આના મંગલાચરણમાં જ આ મહાન ગાચાર્યે સ્પષ્ટ પ્રકાર્યું છે. આ પર હિતકનિત શાસ્ત્રકારે માન-પૂજા–કત્તિ આદિ તુચ્છ કામનાથી રહિત એવા શુદ્ધ આશયથી કેવળ એક આત્માથે જ આ સત્વહિતાર્થ પરમાર્થ પ્રવૃત્તિ કરી છે, જે પરંપરાએ નિર્વાણનું અવંધ્ય બીજ છે, મોક્ષનું અમોઘ કારણ છે. અને ‘કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ”—એ મહાસૂવ હદયમાં ધારણ કરી જે કોઈ સાચો આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ શાસ્ત્રનું પરિશીલન કરશે, તે પણ યાચિતપણે અત્રે ચોગમાં જ પ્રવૃત્તિ કરશે,–જે તેને પણ નિર્વાણુના અવંધ્ય બીજરૂપ થઈ પડશે, કારણ કે આ યોગદષ્ટિ આત્માના આધ્યાત્મિક વિકાસનું માપ છે, આત્મદશા માપક “થર્મોમીટર” (Thermo meter) છે. એટલે એનું સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણી વિચક્ષણ શ્રોતા તે પરથી પોતાના આત્માની આધ્યાત્મિક પ્રગતિને, આત્મદશાનો, આત્માના ગુણસ્થાનનો કયાસ કાઢી શકશે. હું પોતે કયી દષ્ટિમાં વસ્તુ છું? મહારામાં તે તે દષ્ટિના કહ્યા છે તેવા ગુણ-લક્ષણ છે કે નહિં? ન હોય તો તે પ્રાપ્ત કરવા મહારે કેમ પ્રવર્તવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspection) કરી આત્મગુણ વૃદ્ધિની પ્રેરણું પામવા માટે આ યોગદષ્ટિ આત્માથી શ્રોતાને પરમ ઉપગી–પરમ ઉપકારી થઈ પડશે, અને તથારૂપ યથાયોગ્ય આચરણરૂપ યોગ પ્રવૃત્તિથી તેને પણ પરંપરાએ મેક્ષનું અચૂક કારણ થઈ પડશે. આમ આ સતુશાસ્ત્ર વક્તા-શ્રોતા ઉભયને આત્મકલ્યાણ ને અમેઘ હેતુ છે, આત્મસ્વાતંત્ર્યને અચૂક સદુપાય છે.
લાતો વરે, : પાઢિg.
યુમિત્રાનં , તથ વાર્થ વગઢ | ” –શ્રી હરિભદ્રસૂરિ વીર પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને દ્વેષ નથી, યુકિતવાળું જેનું વચન હોય તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે,”—એવા પ્રકારે નિપક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્વપરીક્ષાની વીરગર્જના કરનારા અને મત-દર્શનના આગ્રહથી પર એવા આ પરમ પ્રામાણિક આચાર્ય આ પ્રાચીન ભારતવર્ષના ભૂષણરૂપ સમર્થ તત્ત્વજ્ઞાનીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org